Breaking News :
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત ફીફા વર્લ્ડ કપમાં સ્પેનનું દમદાર પરફોર્મન્સ, સેમિ ફાઈનલમાં ફ્રાન્સને 2-0થી કચડી ફાઈનલમાં એન્ટ્રી ઉડ્ડયન મંત્રીએ ધોલેરા વિમાનમથક પ્રોજેક્ટની સમીક્ષા કરી : ઉડાનપટ્ટી અને નિયંત્રણ ટાવરનું કામ 100 ટકા પૂરું નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા

વૃંદાવનમાં કોરિડોરને લઈને કેમ થયો વિવાદ? ગોસ્વામીઓ સરકારથી નારાજ

June 07, 2025

વૃંદાવન : વૃંદાવનના પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિર કોરિડોર પ્રોજેક્ટને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સરકારની યોજના ભક્તોની સુવિધા માટે 5 એકર જમીન પર કોરિડોર બનાવવાની છે, પરંતુ મંદિરના પૂજારી ગોસ્વામી સમાજ તેનો ઉગ્ર વિરોધ કરી રહ્યો છે. એવામાં જાણીએ કે આ વિરોધ શા માટે થઈ રહ્યો છે. 

બાંકે બિહારી મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. આ જ સંખ્યા તહેવારો કે રજાઓમાં લાખો સુધી પહોંચી જાય છે. મંદિર સુધી પહોંચવાના સાંકડા રસ્તાઓ અને અતિશય ભીડને કારણે વ્યવસ્થા બગડી જાય છે. આથી સરકાર આ સમસ્યાનો ઉકેલ લાવવા અને શ્રદ્ધાળુઓને રાહત આપવા માટે કોરિડોર બનાવવા માંગે છે.


ગોસ્વામી સમાજ આ કોરિડોરનો સખત વિરોધ કરી રહ્યો છે અને જો આ પ્રોજેક્ટ આગળ વધશે તો તેઓ ઠાકુરજીને લઈને પલાયન થવાની ધમકી આપી રહ્યા છે. એવામાં જાણીએ કે ગોસ્વામી સમાજ આટલો વિરોધ શા માટે કરી રહ્યો છે... ગોસ્વામી સમાજનું કહેવું છે કે મંદિર અમારી ખાનગી સંપત્તિ છે અને સરકાર તેમાં દખલ કેમ કરી રહી છે. જોકે, મહેસૂલી દસ્તાવેજો મુજબ, આ જમીન મંદિરના નામે નહીં, પરંતુ ગોવિંદદેવના નામે નોંધાયેલી છે.