Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

યોગી સરકારનો છબરડો : 40 કુંવારી છોકરીઓને ગર્ભવતી બતાવી, મંત્રાલયે મેસેજ પણ કરી દીધાં

November 11, 2024

ઉત્તર પ્રદેશના વારાણસીના મલહિયા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંયા મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલયે ચાલીસ અપરણીત યુવતીઓને ગર્ભવતી જાહેર કરી દેવામાં આવી હતી. આ તમામ યુવતીઓની ગર્ભવતી તરીકે નોંધણી કરીને પોષણ ટ્રેકરમાં સામેલ કરી દેવાઇ હતી. મંત્રાલય તરફથી ગામની યુવતીઓને મેસેજ કરવામાં આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે શુભકામના, તમારા બાળકનું પોષણ ટ્રેકરમાં સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન કરી દેવામાં આવ્યું છે અને તમે આંગણવાડી કેન્દ્ર તરફથી વિવિધ સેવાઓ જેમ કે સ્તનપાન અંગે માર્ગદર્શન, વૃદ્ધિમાપ, ટીપા લેવા વગેરે અંગેની માહિતી મળી શકેશે. જ્યારે આ પ્રકારના ગર્ભવતી હોવાના મેસેજ યુવતીઓના મોબાઈલ પર આવ્યા તો યુવતીઓની સાથે તેમના પરિવારજનો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. બાદમાં સરપંચની મદદથી મુખ્ય વિકાસ અધિકારી (સીડીઓ) સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. જેને પગલે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે આંગણવાડી કાર્યકર્તાની ભૂલને કારણે આ સંદેશો લગભગ 40 યુવતીઓ સુધી પહોંચ્યો હતો.