'હિન્દીમાં ફિલ્મો ડબ કરો છો અને પછી એનો જ વિરોધ કરો છો...', પવન કલ્યાણ તમિલ નેતાઓ પર ભડક્યાં
March 15, 2025
કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ત્રિભાષી ફોર્મ્યુલાને લઈને તમિલનાડુમાં હોબાળો ચાલી રહ્યો છે. રાજ્યમાંથી દરરોજ હિન્દી વિરુદ્ધ કોઈને કોઈ નિવેદન આવી રહ્યું છે. સીએમ સ્ટાલિન પોતે હિન્દી વિરોધી આંદોલનનું નેતૃત્ત્વ કરી રહ્યા છે. તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલન એટલી હદે પહોંચી ગયું છે કે તાજેતરમાં બજેટના લોગોમાંથી રૂપિયાના દેવનાગરી પ્રતીકને હટાવીને તેની જગ્યાએ તમિલ મૂળાક્ષરો લગાવવામાં આવ્યો છે. એવામાં હવે આ મામલે અભિનેતા અને આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે આ મામલે તમિલનાડુ સરકારના વલણ પર સવાલ ઉઠાવ્યા છે. જનસેના પાર્ટીના વડા અને આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે કેન્દ્ર સાથે ભાષાના વિવાદ પર ડીએમકેની ટીકા કરી છે. તેમણે કહ્યું કે, 'મને સમજાતું નથી કે કેટલાક લોકો શા માટે સંસ્કૃતની ટીકા કરે છે. આર્થિક લાભ માટે તેમની ફિલ્મોને હિન્દીમાં ડબ કરવાની મંજૂરી આપતાં તમિલનાડુના રાજકારણીઓ હિન્દીનો વિરોધ શા માટે કરે છે? તેઓ બોલિવૂડ પાસેથી પૈસા માંગે છે, પરંતુ હિન્દી સ્વીકારવાનો ઇનકાર કરે છે - આ કેવો તર્ક છે? પવન કલ્યાણે જનસેના પાર્ટીના 12મા સ્થાપના દિવસની ઉજવણી સમયે આ વાતો કહી. ડેપ્યુટી સીએમએ કહ્યું કે, 'ભારતમાં ઘણી ભાષાઓ બોલાય છે. દેશને બે મુખ્ય ભાષાઓને બદલે તમિલ સહિત ઘણી ભાષાઓની જરૂર છે. આથી આપણે ભાષાકીય વિવિધતાને સ્વીકારવી જોઈએ. આનાથી દેશમાં માત્ર એકતા અને અખંડિતતા જ નહીં વધે પરંતુ આપણા લોકોમાં પ્રેમ અને એકતા પણ વધશે. મુસ્લિમો અરબી-ઉર્દુમાં દુઆ પઢે છે, હિન્દુઓ સંસ્કૃતમાં પૂજા કરે છે. તો શું તમે તેમને પણ તમિલ અથવા તેલુગુમાં પ્રાર્થના કરવા કહેશો?' તેલુગુ અભિનેતા પવન કલ્યાણે કહ્યું, 'તમિલનાડુ રાજ્ય હિન્દીને કેમ નકારે છે? જ્યારે ઉત્તર પ્રદેશ, બિહાર અને છત્તીસગઢ જેવા હિન્દીભાષી વિસ્તારોના લોકો તમિલ ફિલ્મોને ખૂબ પસંદ કરે છે. તેઓ હિન્દીમાં ડબ થયેલી તમિલ ફિલ્મો જુએ છે. કોઈપણ ભાષા પ્રત્યે પ્રતિકૂળ વલણ રાખવું તે સંપૂર્ણપણે અવિવેકી છે.'
Related Articles
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ: ફિલ્મ કલાકારોએ આપી શ્રદ્ધાંજલિ, ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ:...
Apr 13, 2026
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય નેતાઓમાં શોકની લહેરã
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય...
Apr 12, 2026
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલર રિલીઝ, પરેશ રાવલ અને રાજપાલ યાદવની જુગલબંધી
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલ...
Apr 06, 2026
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
Trending NEWS
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25...
30 April, 2026
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા, મજાક ઉડાવત...
30 April, 2026
કેનેડાના માસ શૂટિંગના વિવાદ બાદ OpenAI પર કેસ: Cha...
30 April, 2026
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકાથી ઝોહરાન...
30 April, 2026
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 927 અને નિફ્ટીમાં 2...
30 April, 2026