ખેરાલુના ધારાસભ્યના ફાર્મહાઉસમાં યુવકની આત્મહત્યા, માનસિક તણાવમાં હોવાનો દાવો
November 28, 2025
મહેસાણામાં ખેરાલુના ધારાસભ્યના ફાર્મહાઉસમાં યુવકે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. યુવક માનસિક તણાવમાં હોવાથી આ પ્રકારનું પગલું ભર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરીના ફાર્મહાઉસમાં ભરત માનસંગભાઈ કઠિયારા નામના યુવકે ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમગ્ર મામલે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, મૃતક યુવક ઉડળી ગામનો રહેવાસી હતો અને 10 વર્ષ પહેલા ખેડૂત ભાગીયા અને ડ્રાઈવર તરીકે અહીં હતો. મૃતક માનસિક તણાવમાં હતો અને જગ્યાથી પરિચિત હતો એટલે અમારી ગેરહાજરીમાં આવ્યો હતો. આપઘાતના બનાવ અંગે પોલીસે જણાવ્યું કે, આત્મહત્યાની ઘટના ગત 25 નવેમ્બરની છે. મૃતક યુવક ટ્રેક્ટરનો ડ્રાઈવર હતો. ઘટના બાદ પોલીસે મૃતકના પરિવારના નિવેદન નોંધ્યા છે અને આપઘાત મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Related Articles
ગુજરાતમાં એક જ વર્ષમાં 8984 લોકોએ આત્મહત્યા કરી, જેમાં 71% પુરુષો, 30% બનાવ માત્ર 4 મહાનગરોમાં
ગુજરાતમાં એક જ વર્ષમાં 8984 લોકોએ આત્મહત...
May 09, 2026
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી...
May 09, 2026
260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન ક્રેશ મામલે એક મહિનામાં આવશે ફાઈનલ તપાસ રિપોર્ટ
260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન...
May 08, 2026
11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામ-3 ભવનનું કરશે લોકાર્પણ
11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 ક...
May 06, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સા...
May 06, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સા...
May 05, 2026
Trending NEWS
09 May, 2026
09 May, 2026
09 May, 2026
09 May, 2026