મેક્સિકોમાં ચર્ચનો સ્લેબ ધરાશાયી થતાં 10 લોકોના મોત, 60 ઈજાગ્રસ્ત

October 03, 2023

ઉત્તરી મેક્સિકોમાં રવિવારે રાત્રે એક ચર્ચની છત ધરાશાયી થતાં લગભગ 10 લોકોના મોત થયા હતા અને 60 લોકો ઘાયલ થયા હતા. કાટમાળ નીચે લગભગ 30 લોકો ફસાયા હોવાની આશંકા છે. તામૌલિપાસ પોલીસ અધિકારીએ જણાવ્યું કે જ્યારે છત પડી ત્યારે ચર્ચમાં લગભગ 100 લોકો હાજર હતા.

તંત્ર દ્વારા લોકોને બચાવવા માટે ઘટનાસ્થળે બચાવ કામગીરી હાથ ધરી છે. પોલીસ અને બચાવ ટીમે 49 લોકોને સલામત રીતે બચાવ્યા છે.  ઇજાગ્રસ્તોને સારવાર અર્થે  હોસ્પિટલમાં દાખલ ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાં 4 મહિનાનું બાળક, 3 પાંચ વર્ષના બાળકો અને 2 નવ વર્ષના બાળકોને ગંભીર ઇજાઓ પહોંચી છે.
 
રોમન કેથોલિક ચર્ચના બિશપ જોસ આર્માન્ડો આલ્વારેઝે જણાવ્યું હતું કે ટેમ્પિકોના શહેર સિઉદાદ માડેરોમાં આવેલા સાન્ટા ક્રુઝ ચર્ચમાં ઘણા પેરિશિયન લોકો ભોજન કરી રહ્યા હતા, ત્યારે ચર્ચની છત અચાનક તૂટી પડી હતી.  દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.

આ ઘટનામાં 60 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 23 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોની હાલત અત્યારે ચિંતાજન સ્થિતિમાં છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસ તંત્ર અને ફાયર વિભાગ ખડે પગે બચાવ કામગીરી કરી રહી છે.