બારડોલી સુગર મિલમાં 10 વર્ષે સત્તા પલટો, કિસાન પરિવર્તન પેનલનો ભવ્ય વિજય, ધારાસભ્ય સહિત તમામ દિગ્ગજો હાર્યા
August 19, 2026
સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલી અને એશિયામાં સૌથી વધુ શેરડી પીલાણ ક્ષમતા ધરાવતી બારડોલી સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની 15 બેઠકો માટે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. છેલ્લા 10 વર્ષથી સત્તા પર રહેલી ભાજપ પ્રેરિત સહકાર પેનલનો આ ચૂંટણીમાં કારમો પરાજય થયો છે, જ્યારે કિસાન પરિવર્તન પેનલે ઝળહળતો વિજય મેળવ્યો છે.
સહકાર પેનલની 1 બેઠક બિનહરીફ જાહેર થયા બાદ બાકીની બેઠકો માટે મતદાન યોજાયું હતું, જેમાં તેમના ઉમેદવારોનો 263 થી 564 મતોના મોટા અંતરથી પરાજય થયો હતો. શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. તરીકે ઓળખાતી બારડોલી સુગરની આ ચૂંટણી સહકારી ક્ષેત્રમાં સત્તા પરિવર્તનની ચૂંટણી બની ગઈ છે.
10 વર્ષથી સત્તા સંભાળતી સહકાર પેનલનું નેતૃત્વ સુરત જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અને સુરત જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ભાવેશ પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલ અને માજી કેબિનેટ મંત્રી તથા બારડોલીના ભાજપના ધારાસભ્ય ઈશ્વર પરમાર સહિતના તમામ ડિરેક્ટરોએ સંભાળ્યું હતું. તમામ દિગ્ગજ નેતાઓ ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા, છતાં મુકેશ પટેલના નેતૃત્વ હેઠળની કિસાન પરિવર્તન પેનલે ભાજપ સમર્થિત તમામ નેતાઓને હરાવીને મિલમાં શાસન બદલી નાખ્યું છે.
આ ચૂંટણીનો સૌથી રસપ્રદ કિસ્સો બારડોલી બેઠક પર જોવા મળ્યો હતો. બારડોલી સુગર ફેક્ટરીમાં જ નોકરી કરીને છેલ્લા 20 વર્ષથી વિદેશમાં સ્થાયી થયેલા ખેડૂત સભાસદ વિનોદચંદ્ર પટેલ અમેરિકાથી આવીને પરિવર્તન પેનલમાંથી ઉમેદવારી નોંધાવી હતી. તેમણે સહકાર પેનલના ગિરીશ પટેલ સામે 403 મતોની મોટી સરસાઈથી વિજય મેળવ્યો હતો. દર વખતની જેમ આ ચૂંટણીમાં પણ વિદેશમાં સ્થાયી થયેલા ખેડૂત સભાસદોએ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.
Related Articles
‘શું ગુજરાત પાકિસ્તાનમાં છે?' કેવડિયામાં નેશનલ ફિલ્મ એવોર્ડ્સના વિરોધ પર પરેશ રાવલનો જવાબ
‘શું ગુજરાત પાકિસ્તાનમાં છે?' કેવડિયામાં...
Sep 12, 2026
પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ મારફતે ગુજરાત સરકારને 1 વર્ષમાં 21,992 કરોડની ધરખમ આવક
પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ મારફતે ગુજરાત સરકા...
Sep 12, 2026
ગુજરાતમાં 12થી 15 સપ્ટેમ્બર ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં 12થી 15 સપ્ટેમ્બર ભારેથી અતિભા...
Sep 11, 2026
સુરતના સારોલીમાં ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 15 થી 20 ગાડીઓ ઘટનાસ્થળે
સુરતના સારોલીમાં ટેક્સટાઇલ માર્કેટમાં ભી...
Sep 09, 2026
નવસારીથી PM મોદી LIVE: ‘નમો કમલમ’નું ઉદ્ઘાટન કરી કહ્યું-'ભાજપનો નાનો કાર્યકર્તા પણ સત્તાના નશામાં ચકચૂર નથી થયો'
નવસારીથી PM મોદી LIVE: ‘નમો કમલમ’નું ઉદ્...
Sep 08, 2026
સિંગર કિંજલ રબારીએ પોલીસ કમિશ્નરને પત્ર લખી કહ્યું ‘મારું અપહરણ થયું નથી’, પરિવાર પર ગોંધી રાખવાનો આરોપ લગાવ્યો
સિંગર કિંજલ રબારીએ પોલીસ કમિશ્નરને પત્ર...
Sep 08, 2026
Trending NEWS
10 September, 2026
10 September, 2026
09 September, 2026
09 September, 2026
08 September, 2026
08 September, 2026
08 September, 2026
08 September, 2026
08 September, 2026
08 September, 2026