મુંબઈના કાંદિવલીમાં બિલ્ડિંગમાં આગ લાગતા 11 લોકો ફસાયા, ફાયર બ્રિગેડે સીડીથી સલામત બહાર કાઢ્યા, સાધનસામગ્રી-ફર્નિચર ખાક
August 17, 2026
મુંબઈના કાંદિવલી વિસ્તારમાં આજે વહેલી સવારે આગનો બનાવ બન્યો હતો. કાંદિવલી વેસ્ટમાં સ્ટેશન રોડ પર આવેલી અભિરાઈ હોટેલ પાસે ફૂડ સ્ટોલ અને તેને અડીને આવેલી ચાર માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં અચાનક આગની જ્વાળાઓ જોવા મળી હતી. મુંબઈ ફાયર બ્રિગેડને આ અંગે પરોઢિયે આશરે 4.14 વાગ્યે જાણ કરવામાં આવી હતી, માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
પ્રાથમિક માહિતી અનુસાર આ આગને લેવલ-1ની આગ ઘોષિત કરવામાં આવી હતી. રિપોર્ટ્સ પ્રમાણે ફૂડ સ્ટોલમાં આગ લાગી હતી, જેણે ઝપાટાબંધ ઇલેક્ટ્રિક વાયરિંગ, સાધનસામગ્રી, લાકડાના ફર્નિચર, પ્લાસ્ટિક, વાંસ અને તાડપત્રી વગેરેને લપેટમાં લેવાની શરૂઆત કરી હતી. ગણતરીની મિનિટોમાં સ્ટોલમાં લાગેલી આગ એ હદ સુધી ફેલાઈ ગઈ હતી કે તે પાસેની તિરુપતિ બેન્ક્વેટ બિલ્ડિંગના ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી.
ચોથા માળે લગભગ 50 ચોરસ ફૂટ વિસ્તારમાં કપડાં, લાકડાનું ફર્નિચર અને ફોલ્સ સિલિંગ આગની લપેટમાં આવી ગયા હતા. જોતજોતામાં બિલ્ડિંગના બહારના ભાગમાં લગાવેલી એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિકની ડેકોરેટેડ શીટ્સ પણ રાખ થઈ ગઈ હતી. આ કોમર્શિયલ બિલ્ડિંગમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને તેની ઉપર 4 ફ્લોર આવેલા હતા.
અગનજ્વાળાઓને કારણે આખી બિલ્ડિંગમાં મોટા પ્રમાણમાં ધુમાડો ભરાઈ ગયો હતો, જેને લીધે બિલ્ડિંગની અંદર રહેલા તમામ લોકો બહાર નીકળવા ભાગવા લાગ્યા હતા અને નાસભાગ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનોએ તાકીદે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. સેકન્ડ ફ્લોર પર આવેલા લોજિંગ હાઉસમાં 11 લોકો ફસાઈ ગયા હતા, તે તમામને સીડીની મદદથી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. સદ્નસીબે આ હાદસામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી.
Related Articles
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026