ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી
May 06, 2026
ગુજરાતમાં કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આજે(5 મે) રાજ્યના 9 જિલ્લામાં ગાજવીજ સાથે માવઠાની આગાહી છે. આ દરમિયાન IMDએ બપોરે 4 વાગ્યે ત્રણ કલાકનું નાઉકાસ્ટ જાહેર કર્યું છે. જેમાં 13 જિલ્લામાં 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે હળવા કમોસમી વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના Nowcast મુજબ, મંગળવારે(5 મે) બપોરે 4 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીમાં કચ્છ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા કમોસમી વરસાદની આગાહી છે. તેમજ 40 કિ.મી.ની ઝપડે પવન ફૂંકાવવાની શક્યતા છે. રાજ્યમાં ભર ઉનાળે કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લામાં માવઠું થઈ રહ્યો છે, ત્યારે આજે(5 મે) અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 9થી 11 મે વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ-ભેજવાળું હવામાન IMD અનુસાર, રાજ્યમાં આગામી 9થી 11 મે દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.
Related Articles
છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો
છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રા...
May 09, 2026
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ ઓરેન્જ ઍલર્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમ...
May 09, 2026
વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક વ્યક્તિ જીવતો ભુંજાયો
વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક...
May 09, 2026
ગુજરાતમાં એક જ વર્ષમાં 8984 લોકોએ આત્મહત્યા કરી, જેમાં 71% પુરુષો, 30% બનાવ માત્ર 4 મહાનગરોમાં
ગુજરાતમાં એક જ વર્ષમાં 8984 લોકોએ આત્મહત...
May 09, 2026
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી...
May 09, 2026
260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન ક્રેશ મામલે એક મહિનામાં આવશે ફાઈનલ તપાસ રિપોર્ટ
260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન...
May 08, 2026
Trending NEWS
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં...
09 May, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા...
09 May, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026