દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 15 કરોડનું કોકેઇન ઝડપાયો
February 09, 2025
67 કોકેઇનની કેપ્સ્યુલ પેટમાં છુપાવી રાખી હતી.
દિલ્હી- નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGI) પર કસ્ટમ્સના અધિકારીઓએ ડ્રગ્સની દાણચોરીના મામલામાં એડિસ અબાબા (ઇથોપિયા)થી આવેલા એક કેન્યાના નાગરિકને ઝડપી પડ્યો હતો. તેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેણે 67 કોકેઇનની કેપ્સ્યુલ પેટમાં છુપાવી રાખી હતી. કસ્ટમ્સના અધિકારીઓએ મુસાફર પર શંકા જતા તેને ટર્મિનલ-3 પર પૂછપરછ માટે રોકી દીધો હતો. ત્યારબાદ મુસાફરને ટર્મિનલ-3 પર પ્રિવેન્ટીવ કસ્ટમ્સ ઓફીસમાં લઇ જવામાં આવ્યો હતો. પહેલા તો તે બહાના કાઢી રહ્યો હતો. પરંતુ વધુ કડક પૂછપરછ કરતા તેણે કબુલ્યું હતું કે, 'હું કોકેઈનથી ભરેલી કેપ્સ્યુલ ગળી ગયો છું.' ત્યારબાદ તેને તરત જ મેડીકલ તપાસ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ડોકટરોએ તેના પેટમાંથી 67 કેપ્સ્યુલ બહાર કાઢી હતી. જેમાંથી કુલ ટોટલ 996 ગ્રામ હાઈ-પ્યોરીટી કોકેઇન મળી હતી. શરૂઆતની તપાસમાં પુષ્ટિ થઇ કે આ કોકેઇન જ છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ 14.94 કરોડ રૂપિયા માનવામાં આવી રહી છે.
Related Articles
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભ...
Jul 17, 2026
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપ...
Jul 15, 2026
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટોચના 10 આર્થિક શહેરોમાં વડોદરા, સુરત અને જામનગરે જમાવી ધાક
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટો...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026