H-1B વિઝા માટે $100,000 ફી લાદવાના નિર્ણય સામે ન્યૂ યોર્ક સહિત 20 રાજ્યોએ સંયુક્ત રીતે કોર્ટમાં દાવો

December 13, 2025

H-1B વિઝા મુદ્દે અમેરિકામાં મોટો કાનૂની વિવાદ ઉભો થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા H-1B વિઝા માટે $100,000 ફી લાદવાના નિર્ણય સામે ન્યૂ યોર્ક સહિત 20 રાજ્યોએ સંયુક્ત રીતે કોર્ટમાં દાવો દાખલ કર્યો છે. રાજ્યોનું કહેવું છે કે આ નિર્ણય ગેરકાયદેસર છે અ
US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વધુ એક નિર્ણય સામે તીવ્ર વિરોધ નોંધાયો છે. 

H-1B વિઝા ધારકો પર અતિશય $100,000 ફી લાદવાના પગલાંએ દેશભરમાં રાજકીય અને કાનૂની સંઘર્ષને જન્મ આપ્યો છે. 50માંથી 20 રાજ્યોએ મળીને આ નિર્ણય સામે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. રાજ્યોનું દલીલ છે કે આ ફી માત્ર ગેરકાયદેસર જ નથી, પરંતુ શિક્ષણ, આરોગ્યસંભાળ અને સંશોધન જેવા ક્ષેત્રોને ગંભીર અસર પહોંચાડશે.

કેલિફોર્નિયાના એટર્ની જનરલ રોબ બોન્ટાના નેતૃત્વ હેઠળ આ મુકદ્દમો દાખલ થયો છે. રાજ્યોનો આરોપ છે કે ગૃહ સુરક્ષા વિભાગે 19 સપ્ટેમ્બરે આ ફી લાગુ કરીને પોતાના અધિકારક્ષેત્રનો ભંગ કર્યો છે. તેમનું કહેવું છે કે કોંગ્રેસે ક્યારેય રાષ્ટ્રપતિ કે વહીવટીતંત્રને H-1B વિઝા માટે આવી અતિશય ફી લાદવાનો અધિકાર આપ્યો નથી. રોબ બોન્ટાએ સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસે H-1B પ્રોગ્રામ માટે મર્યાદાઓ, ફી અને નિયમો નક્કી કર્યા છે, પરંતુ $100,000 જેવી દંડરૂપ ફી ક્યારેય મંજૂર કરી નથી.