2023 માનવ ઇતિહાસનું સૌથી ગરમ વર્ષ રહ્યું : WMOનો ચિંતાજનક રિપોર્ટ

December 02, 2023

2023ના વર્ષમાં ક્લાઇમેટના બધા રેકોર્ડ તૂટવા સાથે આત્યંતિક હવામાને ભારે વિનાશ સર્જ્યો હોવાનું વિશ્વ હવામાન સંસ્થાના એક અહેવાલમાં જણાવાયું છે. એન્યુઅલ ક્લાઇમેટ સમિટ COP28ના પ્રથમ દિવસે રજૂ કરાયેલા WMO પ્રોવિઝનલ સ્ટેટ ઓફ્ ધ ગ્લોબલ ક્લાઇમેટ રિપોર્ટમાં જણાવાયું છે કે ઓક્ટોબરના અંત સુધીનો ડેટા દર્શાવે છે કે 2023ના વર્ષ દરમિયાન પૃથ્વીનું તાપમાન પૂર્વ-ઔદ્યોગિક કાળ (1850-1900)ની બેઝલાઇન કરતાં 1.40 ડિગ્રી સે. વધુ હતું. અગાઉ સૌથી ગરમ વર્ષ રહેલા 2016 અને 2020 સામે 2023નો તફવત એવો છે કે છેલ્લા બે મહિના રેન્કિંગને અસર કરે તેવી શક્યતા ઓછી છે.

ભારત સંબંધિત આંકડાઓને પરિપ્રેક્ષ્યમાં મૂકતા ભારતીય હવામાન વિભાગના હવામાન વિજ્ઞાનના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે ઉત્તર ભારતમાં દક્ષિણના ભાગોની સરખામણીમાં પારામાં ઝડપી ઉછાળો નોંધાયો છે.

દરિયાની સપાટીનું તાપમાન વધે છે તેમ દરિયાનું પાણી વિસ્તરે છે, જેના કારણે દરિયાની સપાટી વધે છે. આ ઉપરાંત દરિયાના ઉષ્ણતામાન સાથે ગ્લેશિયર્સ ઝડપથી પીગળી રહ્યા છે, જે દરિયાના પાણીના વિસ્તરણની તુલનામાં દરિયાની સપાટીના વધારામાં વધુ ફળો આપી રહ્યા છે. આનાથી ભારત સહિત વિશ્વના તમામ દરિયાકાંઠાના સ્થળો માટે સંભવિત ખતરો છે.