કેદારનાથમાંથી 228 કિલો સોનું ગાયબ: શંકરાચાર્યએ ફરી કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો

July 15, 2024

દિલ્હી : દિલ્હીમાં નિર્માણ થનાર કેદારનાથ મંદિર મામલે જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરનંદે ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘કેદારનાથમાં સોનાનું કૌભાંડ થયું છે. કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં સોનાના લેપ લગાવવાના કામમાં ગોટાળો થયો છે. તેમાંથી 228 કિલો સોનું ગાયબ થઈ ગયું છે. આ મુદ્દો કેમ ઉઠાવાતો નથી.’
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરનંદે કહ્યું કે, કેદારનાથમાં સોનાનો ગોટાળો થયો છે. આ મુદ્દાને કેમ ન ઉઠાવાયો? ત્યાં કૌભાંડ આચર્યા બાદ હવે દિલ્હીમાં કેદારનાથ બનાવવામાં આવશે? અને પછી ફરી એક કૌભાંડ થશે. ગત વર્ષે કેદારનાથ મંદિરના એક વરિષ્ઠ પુજારીએ કેદારનાથ મંદિરમાં સોનાની પરત ચઢાવાના કામમાં 125 કરોડ રૂપિયાનો ઘટાડો થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, સોનાની જગ્યાએ પિત્તળને લેપ કરાયો હતો, જોકે મંદિર સમિતિએ તેમના આક્ષેપોને રદીયો આપ્યો હતો.
શંકરાચાર્યએ કહ્યું કે, કેદારનાથમાં 228 કિલો સોનું ગાયબ છે. કોઈ તપાસ શરૂ કરાઈ નથી. આ માટે કોણ જવાબદાર છે? હવે તેઓ કહે છે કે, દિલ્હીમાં કેદારનાથ બનાવીશું, આ ન બની શકે.