પ્રધાનમંત્રી મોદીએ રેકોર્ડ બનાવ્યો , 100 મિલિયન ફોલોઅર્સ

July 15, 2024

દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે મોટી સિદ્ધિ હાસિલ કરી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર 100 મિલિયન ફોલોવર્સનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે તે દુનિયામાં એક્સ પર સૌથી વધુ ફોલો કરાતા રાજનેતા બની ગયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં પીએમ મોદીના એક્સ એકાઉન્ટ પર ઝડપથી ફોલોવર્સ વધ્યા છે. માત્ર ત્રણ વર્ષમાં 30 મિલિયન યુઝર્સ પ્રધાનમંત્રી મોદીના એકાઉન્ટથી જોડાયા છે. દેશ જ નહીં, પરંતુ દુનિયાભરના નેતાઓમાંથી એક્સ પર ફોલોવર્સના મામલામાં પીએમ મોદી ખુબ આગળ છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન એક્સ પર 38.1 મિલિયન યુઝર્સ ફોલો કરે છે. 


તો ભારતની વાત કરીએ તો નેતા વિપક્ષ તથા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની તુલનામાં પણ પીએમ મોદીના ફોલોવર્સ ખુબ વધુ છે. એક્સ પર રાહુલ ગાંધીના ફોલોવર્સની સંખ્યા 26.4 મિલિયન છે, જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના 27.5, સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવને 19.9 મિલિયન યુઝર્સ એક્સ પર ફોલો કરે છે. આ સિવાય પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, તેજસ્વી યાદવ, શરદ પવાર જેવા નેતાઓના ફોલોવર્સની સંખ્યા દસ મિલિયનથી પણ ઓછી છે. મમતા બેનર્જીના જ્યાં 7.4 મિલિયન યુઝર્સ એક્સ પર ફોલો કરે છે તો તેજસ્વીને 5.2 મિલિયન અને શરદ પવારને 2.9 મિલિયન યુઝર્સ ફોલો કરે છે.