અમેરિકાના બર્મિંગહામમાં ગોળીબારની બે ઘટનાઃ સાતનાં મોત

July 15, 2024

શનિવાર સાંજે ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં ફાયરિંગ પછી અમેરિકામાં ગોળીબારની અન્ય બે ઘટનાઓ સામે આવી છે. શનિવાર મોડી રાતે બર્મિંગહામની એક નાઇટ કલબમાં થયેલ ગોળીબારમાં ચાર લોકોનાં મોત થયા છે. ગોળીબારની અન્ય એક ઘટનામાં બાળક સહિત ત્રણ લોકોનાં મોત થયા છે. બર્મિંગહામ પોલીસ વિભાગના અધિકારી ટ્રુમેન ફિટ્ઝગેરાલ્ડે એક વીડિયોમાં જણાવ્યું છે કે ૨૭મી સ્ટ્રીટ નોર્થના ૩૪૦૦ બ્લોકની એક નાઇટ ક્લબમાં ગોળીબાર થયાની માહિતી મળ્યા પછી રાતે ૧૧ વાગ્યા પછી કાર્યવાહી કરવામાં આવી હતી. બર્મિંગહામ  ફાયર એન્ડ રેસ્કયુ કર્મચારીઓને નાઇટ ક્લબની એક ફૂટપાથ પર એક વ્યકિત અને ક્લબની અંદર બે મહિલાઓનામ મૃતદેહો મળી આવ્યા હતાં. બર્મિંગહામ હોસ્પિટલમાં ૯ લોકોની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક વ્યકિતનું મોત થયું હતું.પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આરોપીએ સડક પરથી નાઇટ ક્લબમાં ગોળીબાર કર્યો હતો.  અન્ય એક ઘટના અગે પોલીસે જણાવ્યું છે કે બર્મિંગહામમાં ઇન્ડિયન સમર ડ્રાઇવના ૧૭૦૦ બ્લોકમાં ત્રણ લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે. તમામના મોત ગોળીબારથી થયા હતાં. ત્રણેયના મૃતદેહો એક કારની અંદર મળી આવ્યા હતાં. તેમાં એક પણ બાળક પણ સામેલ છે.