શેખ હમદાન બિન મોહમ્મદ બન્યા UAEના નવા રક્ષા મંત્રી

July 15, 2024

સંયુક્ત અરબ અમીરાતના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદ અલ-મકતૂમે નવા મંત્રીમંડળમાં ફેરફાર બાબતે સોશિયલ મીડિયા એક્સ પર જાણકારી આપી છે. તેમણે કહ્યુ કે, વિકાસ મહત્વાકાંક્ષાનો એક ભાગ છે જેની કોઈ મર્યાદા નથી. જ્યારે આપણે આગળ વધીએ છે ત્યારે આપણું ભવિષ્ય સારું બને છે.

દુબઈના શાસક અને સંયુક્ત અરબ અમીરાતના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદ અલ-મકતુમે રવિવારે કેબિનેટમાં મોટો ફેરફાર કર્યો છે. શેખ મોહમ્મદે કેબિનેટમાં ફેરબદલ કરીને તેમના પુત્ર અમીરાતના ક્રાઉન પ્રિન્સ UAEના રક્ષા મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. આ સિવાય તેમણે અન્ય ઘણા મંત્રાલયોમાં ફેરબદલની જાહેરાત કરી હતી.

શેખ મોહમ્મદના બીજા પુત્ર શેખ હમદાન 2008થી દુબઈના ક્રાઉન પ્રિન્સનું બિરુદ ધરાવે છે. 41 વર્ષીય હમદાન 2001માં બ્રિટનની કુલીન સેન્ડહર્સ્ટ મિલિટરી કોલેજમાંથી સ્નાતકનો અભ્યાસ પૂરણ કર્યો છે. તેઓ દુબઈના કાર્યકારી પરિષદના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. કેબિનેટમાં ફેરફારની સાથે અન્ય ઘણા મંત્રીઓના હોદાઓમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.