મારી પણ હત્યા કરવાના પ્રયાસ થયા: ટ્રમ્પ પર હુમલા બાદ મસ્કે કહ્યું- આગામી સમય ખતરનાક

July 14, 2024

ન્યૂ યોર્ક ઃ: અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો કર્યા બાદ અબજોપતિ ઉદ્યોગપતિ ઈલોન મસ્કે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, આઠ મહિના પહેલા મારો બે વખત હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર કહ્યું કે, આવનારો સમય ખતરનાક છે. મને બે લોકોએ જુદા જુદા સ્થળોએ મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હુમલાખોરને ટેક્સાસમાં ટેસ્લા હેડક્વાર્ટરમાં લગભગ 20 જ મિનિટમાં બંદૂક સાથે પકડી લેવામાં આવ્યો હતો.’


બીજી તરફ મસ્કે અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનું જાહેરમાં સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, આ હુમલા પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, સિક્રેટ સર્વિસ સુરક્ષા આપવામાં નિષ્ફળ ગયા છે, તેથી સિક્રેટ સર્વિસના વડાએ રાજીનામું આપી દેવું જોઈએ. 
સોશિયલ મીડિયા એક ફૂટેજ સામે આવ્યા છે, જેમાં અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણ દરમિયાન ફાયરિંગ થતું જોવા મળી રહ્યું છે. આ દરમિયાન ટ્રમ્પને ડાબી બાજુુ માથામાંથી લોહી નીકળી રહ્યું હતું. ત્યાર પછી અમેરિકન સિક્રેટ સર્વિસ એજન્ટો તેમને તુરંત ત્યાંથી બહાર લઈ જઈ રહ્યા હતા. જો કે હાલ ટ્રમ્પ સુરક્ષિત છે છે. તેમની હત્યા કરવાના ઈરાદે ફાયરિંગ કરાયું હતું કે અરાજકતા ફેલાવવાના હેતુથી, તે દિશામાં તપાસ થઈ રહી છે. અમેરિકન સિક્રેટ સર્વિસ એજન્ટોએ હુમલાખોરને ત્યાં જ ઠાર કરી દીધો હતો.