સાતમા તબક્કામાં 11 વાગ્યા સુધી 26% મતદાન, હિમાચલમાં સૌથી વધુ
June 01, 2024

લોકસભા 2024ની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં આજે 8 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેમાં વારાણસી બેઠક પણ સામેલ છે, જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય પંજાબની તમામ 13, હિમાચલ પ્રદેશની 4, ઉત્તર પ્રદેશની 13, પશ્ચિમ બંગાળની 9, બિહારની 8, ઓડિશાની 6 અને ઝારખંડની 3 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા હેઠળ આજ સવારથી આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, સાતમા તબક્કામાં 11 વાગ્યા સુધી સરેરાશ 26.30 ટકા મતદાન થયું છે. સૌથી વધુ હિમાચલ પ્રદેશમાં થયું છે. જ્યારે સૌથી ઓછુ ઓડિસામાં વોટિંગ થયું છે.
રાજ્ય | 11 વાગ્યા સુધીમાં મતદાન |
બિહાર | 24.25% |
ચંદીગઢ | 25.03% |
હિમાચલ | 31.92% |
ઝારખંડ | 29.55% |
ઓડિશા | 22.46% |
પંજાબ | 23.91% |
ઉત્તર પ્રદેશ | 28.02% |
પશ્ચિમ બંગાળ | 28.10% |
હિમાચલ પ્રદેશની 4 બેઠકો '400'ને પાર કરવામાં યોગદાન આપશેઃ કંગના રણૌત
હિમાચલ પ્રદેશના મંડી લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર કંગના રણૌતે મતદાન કર્યા પછી કહ્યું, 'મેં હમણાં જ મારો મત આપ્યો છે. હું લોકોને અપીલ કરવા માંગુ છું કે લોકશાહીના ઉત્સવમાં ભાગ લે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. હિમાચલ પ્રદેશમાં વડાપ્રધાન મોદીની લહેર છે, મને આશા છે કે મંડીના લોકો મને આશીર્વાદ આપશે અને અમને રાજ્યની તમામ 4 બેઠકો મળશે... હિમાચલ પ્રદેશની 4 બેઠકો '400'ને પાર કરવામાં મદદ કરશે.
લોકશાહી અને બંધારણના રક્ષણ માટે મતાધિકારનો ઉપયોગ કરોઃ અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે X પર એક પોસ્ટમાં લખ્યું, 'લોકતંત્રના આ મહાન તહેવારમાં આજે દેશ છેલ્લા તબક્કામાં મતદાન કરશે. આપ સૌને લોકશાહી અને બંધારણની રક્ષા માટે મોટી સંખ્યામાં તમારા મતદાન અધિકારનો ઉપયોગ કરવા વિનંતી છે. જાતે મત આપવા જાઓ અને તમારા પડોશના લોકોને તમારી સાથે લઈ જાઓ. સરમુખત્યાર હારશે, લોકશાહી જીતશે.'
પૂર્વ ભારતીય ક્રિકેટર અને આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ હરભજન સિંહે જલંધરના એક મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો. મત આપ્યા પછી, હરભજને કહ્યું કે, 'મને આશા છે કે લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા આવશે અને હું ઈચ્છું છું કે જલંધરમાં વધુમાં વધુ મતદાન થાય. આ આપણી ફરજ છે. એવી સરકાર લાવવી જોઈએ જે લોકો માટે કામ કરી શકે. હું હું બિલકુલ વીઆઈપી નથી, વીઆઈપી કલ્ચરનો અંત આવવો જોઈએ જો કોઈ લંગર માટે કતારમાં ઊભો રહી શકે તો તે અહીં પણ ઊભો રહી શકે છે.'
Related Articles
યોગ દિવસ : કાશ્મીરમાં ચેનાબ પુલ, આંધ્રમાં શિપ પર યોગ;દેશભરમાં 1 લાખથી વધુ પ્રોગ્રામ થયા
યોગ દિવસ : કાશ્મીરમાં ચેનાબ પુલ, આંધ્રમા...
Jun 21, 2025
4 વર્ષની બાળકીના દુષ્કર્મીને હાઈકોર્ટે આપી રાહત, ફાંસી માફી કરી હવે આ સજા આપી, કારણ પણ જણાવ્યું
4 વર્ષની બાળકીના દુષ્કર્મીને હાઈકોર્ટે આ...
Jun 21, 2025
ઘરની બાલકનીમાં ભાજપ નેતાનો લટકતો મૃતદેહ મળ્યો, પ.બંગાળના હુગલીની ચોંકાવનારી ઘટના
ઘરની બાલકનીમાં ભાજપ નેતાનો લટકતો મૃતદેહ...
Jun 21, 2025
ઓપરેશન સિંધુ : મોડી રાત્રે ઇરાનથી 290 ભારતીયોને લઈ ફ્લાઈટ રાજધાની પહોંચી
ઓપરેશન સિંધુ : મોડી રાત્રે ઇરાનથી 290 ભા...
Jun 21, 2025
કિડની અને લીવર લઇ દિલ્હીથી પુણે આવ્યુ એરફોર્સનું વિમાન
કિડની અને લીવર લઇ દિલ્હીથી પુણે આવ્યુ એર...
Jun 21, 2025
તિરુપતિ બાલાજી મંદિરમાં નકલી ટીકીટનું વેચાણ, ટ્રસ્ટે એજન્ટોને એલર્ટ કર્યા
તિરુપતિ બાલાજી મંદિરમાં નકલી ટીકીટનું વે...
Jun 21, 2025
Trending NEWS

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025