ગોંડલમાં શેમળા ગામે એક જ પરિવારના 3 બાળકો તળાવમાં ડૂબી જતા મોત
June 05, 2026
રાજકોટ : રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના શેમળા ગામમાંથી કાળજું કંપાવતી ઘટના સામે આવી છે. ગામમાં આવેલી એક વાડી નજીકના ઓરિયા તળાવમાં રમતા-રમતા ડૂબી જવાથી એક જ શ્રમજીવી પરિવારના 3 માસૂમ બાળકોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક બાળકની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. વેકેશનના માહોલ વચ્ચે એક જ પરિવારના ત્રણ-ત્રણ વહાલસોયા બાળકો ગુમાવતા શ્રમજીવી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે.
શેમળા ગામની એક વાડીમાં મજૂરી કામ કરતા શ્રમજીવી પરિવારના બાળકો વાડી નજીક આવેલા ઓરિયા તળાવ પાસે રમી રહ્યા હતા. આ દરમિયાન રમતા-રમતા અચાનક જ ચારેય બાળકો પગ લપસવાને કારણે અથવા ઊંડાણનો અંદાજ ન આવતા તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ડૂબવા લાગ્યા હતા. બાળકો પાણીમાં ડૂબી રહ્યા હોવાની જાણ આસપાસના લોકોને થતાં જ વાડી માલિક અને પરિવારના સભ્યો તાત્કાલિક તળાવ તરફ દોડી ગયા હતા. તેમણે ભારે જહેમત બાદ ચારેય બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.
બાળકોને પાણીમાંથી બહાર કાઢીને સમય બગાડ્યા વિના તાત્કાલિક એક ખાનગી કાર મારફતે ગોંડલની હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબોએ ત્રણેય બાળકોને તપાસીને મૃત જાહેર કર્યા હતા. તબીબોની આ જાહેરાત સાથે જ હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના કરુણ આક્રંદથી હાજર રહેલા તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.
આ ગોઝારી ઘટનામાં ગંભીર રીતે ભોગ બનેલા ચોથા બાળક સાહિલનો આબાદ બચાવ થયો છે, પરંતુ તેની સ્થિતિ ચિંતાજનક છે. તેને સૌપ્રથમ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તેની તબિયત વધુ લથડતા અને ફેફસામાં પાણી ભરાઈ જવાને કારણે વધુ ગંભીર સારવાર માટે તાત્કાલિક રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તે જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છે.
Related Articles
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત શ્રદ્ધાળુઓની સેવામાં
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026