કેનેડા PRની પ્રોસેસમાં ધરમખ ફેરફાર કરવાની તૈયારીમાં, એક્સપ્રેસ એન્ટ્રીના 3 પ્રોગ્રામ બંધ થઈ શકે!
April 16, 2026
કેનેડામાં સ્થાયી થવા ઈચ્છતા લોકો માટે આવનારા દિવસોમાં પ્રક્રિયા ઘણી બદલાઈ શકે છે. કેનેડા સરકાર તેના પ્રખ્યાત એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં મોટા ફેરફારો કરવાની યોજના બનાવી રહી છે. ઇમિગ્રેશન, રિફ્યુજી અને સિટીઝનશિપ કેનેડા (IRCC) ના 2026-2028 ના પ્લાન મુજબ, આગામી બે વર્ષમાં નવી અને સરળ સિસ્ટમ અમલમાં આવી શકે છે.
કયા 3 પ્રોગ્રામ બંધ થઈ શકે છે?
હાલમાં કેનેડા PR માટે ત્રણ મુખ્ય કેટેગરી છે, જેને સરકાર નાબૂદ કરી શકે છે:
ફેડરલ સ્કીલ્ડ વર્કર ક્લાસ (FSWC): વિદેશી અનુભવ ધરાવતા કુશળ લોકો માટે.
કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ (CEC): કેનેડામાં કામનો અનુભવ ધરાવતા લોકો માટે.
ફેડરલ સ્કીલ્ડ ટ્રેડ ક્લાસ (FSTC): પ્લમ્બર, ઈલેક્ટ્રીશિયન જેવા કુશળ કારીગરો માટે.
નવી યોજના શું છે?
આ ત્રણેય પ્રોગ્રામને બદલે એક જ સિંગલ કેટેગરી લાવવાની તૈયારી છે. આ નવી સિસ્ટમમાં પાત્રતાના નિયમો અત્યાર કરતા ઘણા સરળ હશે, જેથી અરજદારો અને કંપનીઓ બંને માટે પ્રક્રિયા સમજવી સરળ રહે.
કેમ બદલાઈ રહ્યા છે નિયમો?
કેનેડા સરકારના જણાવ્યા અનુસાર, આ ફેરફાર પાછળના મુખ્ય કારણોમાં અર્થતંત્રને વેગ આપવા અલગ-અલગ ક્ષેત્રોની જરૂરિયાત મુજબ આંતરરાષ્ટ્રીય ટેલેન્ટને આકર્ષવા માંગે છે. આ ઉપરાંત જટિલ નિયમોને કારણે અરજદારોને પડતી મુશ્કેલી ઘટાડવી. સમગ્ર પ્રક્રિયા સરળીકરણ કરવાનું છે. PRની પ્રક્રિયા વધુ પારદર્શક અને ઝડપી બનાવવાની છે.
ક્યારથી અમલમાં આવશે?
હાલમાં આ માત્ર એક પ્રસ્તાવ (Proposal) છે. 2026 માં Spring 2026ના સમયે સરકાર સામાન્ય જનતા અને નિષ્ણાતો પાસેથી અભિપ્રાય લેશે. ત્યારબાદ જ આ ફેરફારોને અંતિમ ઓપ આપવામાં આવશે.
અત્યારે શું છે સ્થિતિ?
2015 માં શરૂ થયેલી એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ અત્યારે સ્કોરિંગ સિસ્ટમ (CRS) પર કામ કરે છે. 2025 માં અંદાજે 1,17,998 લોકોને આ સિસ્ટમ દ્વારા PR માટે આમંત્રણ અપાયું હતું. હાલમાં ઉમેદવારોએ પૂલમાં પ્રોફાઇલ બનાવવી પડે છે અને રેન્કિંગના આધારે તેમને 60 દિવસમાં દસ્તાવેજો જમા કરાવવાનું આમંત્રણ મળે છે.નિષ્ણાંતોના અનુસાર જો તમે કેનેડા PR માટે વિચારી રહ્યા હોવ, તો આગામી બે વર્ષમાં આવનારા આ ફેરફારો તમારા માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
Related Articles
ટોરન્ટોમાં ભારતીય મહિલાની હત્યાના આરોપમાં તેના પાર્ટનરની ધરપકડ
ટોરન્ટોમાં ભારતીય મહિલાની હત્યાના આરોપમા...
Aug 13, 2026
કેનેડાએ ચાલુ વર્ષે છ મહિનામાં 3,323 ભારતીયોને ઘરભેગા કર્યા, હજુ 7669 સામે લટકતી તલવાર
કેનેડાએ ચાલુ વર્ષે છ મહિનામાં 3,323 ભારત...
Aug 13, 2026
કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા એરપોર્ટ પર બાળકે સીટબેલ્ટ બાંધવાનો ઇનકાર કરતા પોર્ટર એરલાઇન્સની ફ્લાઇટ રદ
કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા...
Aug 10, 2026
કેનેડામાં 13.9 કરોડ ડોલરનું ડ્રગ્સ જપ્ત 11 ભારતીય ટ્રક ડ્રાઇવરની ધરપકડ
કેનેડામાં 13.9 કરોડ ડોલરનું ડ્રગ્સ જપ્ત...
Jul 27, 2026
ટ્રમ્પનો કેનેડા પર પ્રહાર: 50 ટકા વધારાનો ટેરિફ ઝીંકી 100 વર્ષ જૂનો કાયદો લાગુ કર્યો!
ટ્રમ્પનો કેનેડા પર પ્રહાર: 50 ટકા વધારાન...
Jul 21, 2026
કેનેડામાં ગૂગલ મેપથી 39 કરોડ વર્ષ જૂની અવકાશી ઘટનાનું રહસ્ય ખૂલ્યું
કેનેડામાં ગૂગલ મેપથી 39 કરોડ વર્ષ જૂની અ...
Jul 18, 2026
Trending NEWS
17 August, 2026
17 August, 2026
17 August, 2026
17 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026