કેનેડાના સરેમાં ગોળીબાર અને આગચંપી મામલે 3 ભારતીયોને સજા, એકને તો 5 વર્ષની કેદ
June 11, 2026
સરે : કેનેડાના સરે શહેરમાં થયેલા એક સનસનીખેજ ફાયરિંગ અને આગચંપીના કેસમાં કોર્ટે ત્રણ ભારતીય યુવકોને દોષિત ઠેરવીને સજા ફટકારી છે. આ મામલો ફેબ્રુઆરી 2026નો છે, જ્યારે મોડી રાત્રે એક રહેણાંક વિસ્તારમાં અંધાધૂંધ ગોળીબાર થવા અને એક ઘરની બહાર આગ લાગવાની માહિતી મળતાં પોલીસ એક્શનમાં આવી હતી. સરે પોલીસ સર્વિસ (SPS)ના જણાવ્યા પ્રમાણે 1 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે લગભગ 3:50 વાગ્યે પોલીસને સૂચના મળી હતી કે સરેના ક્રેસન્ટ બીચ વિસ્તારમાં એક ઘરની બહાર ફાયરિંગ થયું છે અને ત્યાં સામાન્ય આગ પણ લાગી છે. આ ઘટના ક્રેસન્ટ રોડ અને 132 સ્ટ્રીટની આસપાસ બની હતી. સૂચના મળતાં જ પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એ સમયે સરે પોલીસની 'પ્રોજેક્ટ એશ્યોરન્સ' (Project Assurance) ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. પોલીસ અધિકારીઓએ તાત્કાલિક સમગ્ર વિસ્તારને સુરક્ષિત કર્યો અને મામલાની તપાસ હાથ ધરી હતી.
તપાસની જવાબદારી SPSના મેજર ક્રાઈમ સેક્શને સંભાળી હતી. પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કર્યા અને આસપાસના સીસીટીવી કેમેરા, સાક્ષીઓ તેમજ અન્ય માહિતીના આધારે આરોપીઓની ઓળખ પ્રક્રિયા શરૂ કરી હતી. પોલીસ કાર્યવાહી દરમિયાન ટૂંક સમયમાં જ ત્રણ શંકાસ્પદ યુવકોને 28 એવેન્યુ અને 140 સ્ટ્રીટ પાસેથી ઝડપી લેવામાં આવ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ 21 વર્ષીય હરજોત સિંહ, 19 વર્ષીય તરનવીર સિંહ અને 21 વર્ષીય દયાજીત સિંહ બિલિંગ તરીકે થઈ હતી. પોલીસે આરોપીઓ સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક તપાસમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે આ લોકોએ એવા વિસ્તારમાં ગોળીબાર કર્યો હતો, જ્યાં કોઈ વ્યક્તિનો જીવ જોખમમાં મુકાઈ શકે તેમ હતો.
ત્યારબાદ પોલીસ તપાસ આગળ વધી અને આ કેસ સાથે જોડાયેલા પુરાવા અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા. 9 જૂન 2026ના રોજ ત્રણેય આરોપીઓએ સરે પ્રાંતીય અદાલતમાં પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. અદાલતે તરનવીર સિંહને સૌથી વધુ સજા સંભળાવતા 5 વર્ષની જેલની સજા સંભળાવી છે. તેને બેદરકારીપૂર્વક ફાયરિંગ કરવાના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. બીજી તરફ દયાજીત સિંહ બિલિંગ અને હરજોત સિંહને વિસ્ફોટક પદાર્થ ફેંકવાના મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. અદાલતે દયાજીતને 27 મહિના અને હરજોતને 25 મહિનાની જેલની સજા સંભળાવી છે. આ બંનેની સજામાં તેમણે પહેલા જેલમાં વિતાવેલો સમય પણ સામેલ કરી લેવામાં આવશે.
સરે પોલીસે જણાવ્યું કે, આ સમગ્ર મામલે અમારી ક્રાઈમ ટીમ અને પેટ્રોલિંગ ટીમ વચ્ચે સારો તાલમેલ હોવાના કારણે આરોપીઓ સુધી ટૂંક સમયમાં પહોંચી શકાયુ હતું. પોલીસનું કહેવું છે કે, ઘટના પછી ઝડપી કાર્યવાહી કરીને પુરાવા એકઠા કરવામાં આવ્યા હતા, જેના કારણે કોર્ટમાં મજબૂત કેસ બન્યો હતો. આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે કેનેડાના ઘણા વિસ્તારોમાં ગેંગ સંબંધિત હિંસા અને ફાયરિંગની ઘટનાઓને લઈને પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. સરે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે, જાહેર સલામતીને જોખમમાં મૂકતી આવી ઘટનાઓમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Related Articles
ટોરન્ટોમાં ભારતીય મહિલાની હત્યાના આરોપમાં તેના પાર્ટનરની ધરપકડ
ટોરન્ટોમાં ભારતીય મહિલાની હત્યાના આરોપમા...
Aug 13, 2026
કેનેડાએ ચાલુ વર્ષે છ મહિનામાં 3,323 ભારતીયોને ઘરભેગા કર્યા, હજુ 7669 સામે લટકતી તલવાર
કેનેડાએ ચાલુ વર્ષે છ મહિનામાં 3,323 ભારત...
Aug 13, 2026
કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા એરપોર્ટ પર બાળકે સીટબેલ્ટ બાંધવાનો ઇનકાર કરતા પોર્ટર એરલાઇન્સની ફ્લાઇટ રદ
કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા...
Aug 10, 2026
કેનેડામાં 13.9 કરોડ ડોલરનું ડ્રગ્સ જપ્ત 11 ભારતીય ટ્રક ડ્રાઇવરની ધરપકડ
કેનેડામાં 13.9 કરોડ ડોલરનું ડ્રગ્સ જપ્ત...
Jul 27, 2026
ટ્રમ્પનો કેનેડા પર પ્રહાર: 50 ટકા વધારાનો ટેરિફ ઝીંકી 100 વર્ષ જૂનો કાયદો લાગુ કર્યો!
ટ્રમ્પનો કેનેડા પર પ્રહાર: 50 ટકા વધારાન...
Jul 21, 2026
કેનેડામાં ગૂગલ મેપથી 39 કરોડ વર્ષ જૂની અવકાશી ઘટનાનું રહસ્ય ખૂલ્યું
કેનેડામાં ગૂગલ મેપથી 39 કરોડ વર્ષ જૂની અ...
Jul 18, 2026
Trending NEWS
17 August, 2026
17 August, 2026
17 August, 2026
17 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026