ટેસ્લાની 27 લાખની કાર પર 33 લાખ ટેક્સ? મસ્ક માટે ભારતમાં વેપાર ફાયદાનો કે નુકસાનનો સોદો?
July 16, 2025

વિશ્વના સૌથી ધનિક બિઝનેસમેન ઈલોન મસ્કની કંપની ટેસ્લાએ ગઈકાલે ભારતમાં પ્રવેશ કર્યો છે. મુંબઈમાં ટેસ્લાનો પ્રથમ શોરૂમ ખુલ્લો મુકાયો છે. કંપનીએ પ્રચલિત ઈવી કાર મોડલ Yની સાથે ભારતમાં એન્ટ્રી કરી છે. આ લકઝરી ઈ કારની કિંમત જોઈ સૌ કોઈ ચોંકી ગયા છે. અમેરિકામાં 27થી 33 લાખમાં મળતી કારની કિંમત ભારતમાં 60 લાખ છે. કિંમતમાં તોતિંગ વધારા પાછળનું કારણ ભારતનો ભારે-ભરખમ ટેક્સ છે.
ટેસ્લાએ પોતાના Y મોડલના બે વેરિયન્ટ રજૂ કર્યા છે. ટેસ્લાની ભારતીય વેબસાઈટ અનુસાર, Y ની રેર વ્હિલ ડ્રાઈવ મોડલની કિંમત રૂ. 59.89 લાખ અને લોંગ રેન્જ રેર વ્હિલ ડ્રાઈવ મોડલની કિંમત રૂ. 67.89 લાખ છે. આ જ કાર અમેરિકામાં ટેક્સ સાથે અંદાજે રૂ. 33 લાખમાં મળે છે. જ્યારે ભારતમાં તેનો લગભગ ડબલ ભાવ છે. આ બમણી કિંમત પાછળનું કારણ છે ભારતની મસ મોટી ઈમ્પોર્ટ ડ્યુટી અને લકઝરી ટેક્સ.
ટેસ્લાએ ભારતમાં પોતાનું પ્રોડક્શન યુનિટ શરૂ કર્યું નથી. તેથી તે આયાતના માધ્યમથી ભારતમાં કાર વેચશે. ભારતમાં ઈલેક્ટ્રિક કાર પર 70 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી લાગુ થાય છે. તેમજ તેના પર 30 ટકા લકઝરી ટેક્સ પણ ચૂકવવો પડે છે. જેના કારણે કારની કિંમતનો અડધો હિસ્સો ટેક્સ રૂપે સરકારની તિજોરીમાં જઈ રહ્યો છે. પરિણામે અમેરિકામાં 33 લાખમાં મળતી કાર ભારતમાં 60થી 70 લાખમાં વેચાશે.
ગઈકાલે ભારતમાં ટેસ્લાના ભાવ સાંભળી સૌ કોઈ ચોંકી ગયા હતાં. સોશિયલ મીડિયા યુઝર્સ ટેસ્લાની કિંમત અને ટેક્સ નીતિને ટ્રોલ કરી રહ્યા છે. અનેક યુઝર્સ ટેસ્લાનું નવુ નામકરણ પણ કર્યું છે. તેમણે ટેસ્લા ભારત માટે 'ટેક્સ-લા' બની છે. ભારતે ટેસ્લા મોડલ Y ખરીદવાનો અર્થ છે, કંપનીને રૂ. 27 લાખ આપવા અને સરકારને ટેક્સ રૂપે રૂ. 33 લાખ. આ ટેક્સની લૂંટ નહીં તો બીજુ શું છે? અન્ય એક યુઝરે ટીખળ કરતાં કહ્યું કે, ટેસ્લાની કાર કરતાં વધુ પૈસા તો ટેક્સમાં જઈ રહ્યા છે, આ ટેસ્લા નહીં, તેને ટેક્સ-લા કહેવું જોઈએ.
ઈલોન મસ્કની ટેસ્લાએ ભારતમાં મોટા સપનાઓ જોયા છે. પરંતુ ભારે કિંમત અને ટેક્સના કારણે અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે. નિષ્ણાતો અનુસાર, જો ટેસ્લા ભારતમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ લગાવે તો કારની કિંમતમાં ઘટાડો થઈ શકે છે. ઈમ્પોર્ટ ડ્યુટીનો બોજો ઘટી શકે છે. હાલ તેમાં ઈમ્પોર્ટ ડ્યુટી, લકઝરી ટેક્સ ઉપરાંત રોડ ટેક્સ, ઈન્સ્યોરન્સ, જીએસટી પણ લાગુ થશે. જેથી ભાવ આસમાને પહોંચ્યો હોવાથી સામાન્ય નાગરિકની પહોંચ બહારની કાર છે.
Related Articles
Trending NEWS

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025