પંજાબમાં ગમખ્વાર અકસ્માતમાં બનાસકાંઠાના 5 લોકોના મોત, મૃતકોમાં મહિલા પોલીસકર્મી પણ સામેલ
January 17, 2026
પંજાબના ભટિંડા ખાતે ગુરથાડી ગામ નજીક શનિવારે સવારે એક ફોર્ચ્યુનર કારનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર સીધી ડિવાઈડર સાથે ભટકાતાં ઉલડી ગઇ અને કારનું પડીકું વળી ગયું હતું. આ દુઃખદ ઘટનામાં ગુજરાતના બનાસકાંઠાના પાંચ મિત્રોએ જીવ ગુમાવતા માહોલ ગમગીન બની ગયો હતો. માહિતી અનુસાર આ કાર બઠિંડાથી ડબવાલી તરફ જઇ રહી હતી. તેમાં ગુજરાત પોલીસની મહિલા કર્મચારી અમિતા તેના ચાર મિત્રો અંકુશ, ભરત, ચેતન અને સતીશની સાથે ગુજરાત આવી રહી હતી.
આ લોકો શિમલાથી ફરીને પાછા આવતા હોવાની જાણકારી મળી રહી છે. જોકે કાતિલ ઠંડીના દોર વચ્ચે ભારે ધુમ્મસ વચ્ચે વહેલી સવારે તેમની કાર ડિવાઈડર સાથે ભટકાઈ જતાં કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં તમામ પાંચ લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા. આ મામલે જાણકારી આપતા એસપી સિટી નરિંદર સિંહે જણાવ્યું કે પાંચેય મિત્રોના શબને કબજે લઈ સિવિલ હોસ્પિટલ રવાના કરાયા હતા અને મૃતકોના પરિજનોને જાણકારી આપી દેવામાં આવી હતી.
Related Articles
વંદે ભારત 4.0 માટે રેલવેની તૈયારી, 2027 સુધીમાં 350 કિ.મી. કલાકની ઝડપે દોડશે ટ્રેન
વંદે ભારત 4.0 માટે રેલવેની તૈયારી, 2027...
Jan 17, 2026
મહારાષ્ટ્રની રાજનીતિના ‘ધુરંધર’ બન્યા દેવેન્દ્ર ફડણવીસ, મુંબઈમાં છવાયા CMના પોસ્ટર
મહારાષ્ટ્રની રાજનીતિના ‘ધુરંધર’ બન્યા દે...
Jan 17, 2026
મકર સંક્રાંતિએ પવિત્ર સ્નાન માટે જતા પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો, 5 લોકોના કરૂણ મોત
મકર સંક્રાંતિએ પવિત્ર સ્નાન માટે જતા પરિ...
Jan 15, 2026
ભારતમાં '10 મિનિટ ડિલિવરી' બંધ, ટાઈમ લિમિટ હટાવવા સરકારનો આદેશ
ભારતમાં '10 મિનિટ ડિલિવરી' બંધ, ટાઈમ લિમ...
Jan 13, 2026
કૂતરું કરડવાના દરેક કિસ્સામાં સરકારે વળતર આપવું પડે તેવો આદેશ આપીશું: સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
કૂતરું કરડવાના દરેક કિસ્સામાં સરકારે વળત...
Jan 13, 2026
Trending NEWS
15 January, 2026
15 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026