ઈરાનમાં પ્રદર્શનો દરમિયાન 500નાં મોત અને 10 હજારથી વધુની ધરપકડ
January 12, 2026
તેહરાન: ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેની સામે લોક જુવાળ ફાટી નીકળ્યો છે. વધતી જતી મોંઘવારી અને કથળતા અર્થતંત્ર સામે પાટનગર તહેરાનથી શરુ થયેલા વિરોધ પ્રદર્શનો દેશભરમાં ફેલાઈ ગયા છે. અનેક જગ્યાએ પ્રદર્શનકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે અથડામણ થઇ હતી. અહેવાલ મુજબ છેલ્લા બે અઠવાડિયામાં ઈરાનમાં 500થી વધુ લોકોના મોત થયા છે, જેમાં 490 પ્રદર્શનકારીઓ અને 48 સુરક્ષા કર્મચારીનો સમાવેશ થાય છે. 10,600 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ ધમકી આપી હતી કે જો પ્રદર્શનકારીઓ પર ગોળીબાર થશે તો યુએસ ઈરાન પર લશ્કરી કાર્યવાહી કરી શકે છે. રવિવારે એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, “કેટલાક લોકોને મારવા આવ્યા છે, જેમને મારવા જોઈતા ન હતા. ઈરાનના નેતા ફક્ત હિંસા દ્વારા શાસન કરે છે, પરંતુ અમે અને સૈન્ય ખૂબ જ ગંભીરતાથી નજર રાખી રહ્યા છીએ.”
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે યુએસની ચેતવણી ઈરાન સરકાર વાટાઘાટો કરવા તૈયાર થઇ છે. ટ્રમ્પે પત્રકારોને કહ્યું , “ઈરાનના નેતાઓએ ગઈકાલે ફોન કર્યો હતો. એક બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે…તેઓ વાટાઘાટો કરવા માંગે છે.” ઈરાનની બહાર પણ ઈરાનના ઇસ્લામિક શાસનનો વિરોધ થઇ રહ્યો છે. વિશ્વભરના લોકો પણ ઈરાનના નાગરીકોના સમર્થનમાં આવ્યા છે. લોકો ઈરાનમાંથી સરમુખત્યારશાહી હટાવીને લોકશાહી સ્થાપવામાંની માંગ કરી રહ્યા છે.
Related Articles
ગ્રીનલેન્ડ ભાડાપટ્ટે નથી જોઈતું, માલિક બનીશું: ટ્રમ્પની વધુ એક ધમકીથી યુરોપમાં ચિંતા વધી
ગ્રીનલેન્ડ ભાડાપટ્ટે નથી જોઈતું, માલિક બ...
Jan 12, 2026
'ગજબ' આપખુદશાહી : ડોનાલ્ડ ટ્રમ્પે ખુદને વેનેઝુએલાના 'એક્ટિંગ પ્રેસિડેન્ટ' જાહેર કર્યા
'ગજબ' આપખુદશાહી : ડોનાલ્ડ ટ્રમ્પે ખુદને...
Jan 12, 2026
ઇક્વાડોરમાં 5 લોકોના માથા કાપીને લટકાવ્યા, વોર્નિગ બોર્ડ પણ લટકાવ્યું
ઇક્વાડોરમાં 5 લોકોના માથા કાપીને લટકાવ્ય...
Jan 12, 2026
ટ્રમ્પની ધમકી બાદ ઈરાનનો જવાબ: અમેરિકાના સૈન્ય ઠેકાણા અને જહાજ ઉડાવી નાંખીશું
ટ્રમ્પની ધમકી બાદ ઈરાનનો જવાબ: અમેરિકાના...
Jan 11, 2026
'ઈસ્લામિક નાટો'માં સાઉદી અરેબિયા બાદ હવે તૂર્કિયેની એન્ટ્રી પાક્કી! અમેરિકા-ઈઝરાયલ ઍલર્ટ
'ઈસ્લામિક નાટો'માં સાઉદી અરેબિયા બાદ હવે...
Jan 10, 2026
પોતાની જ જાળમાં ફસાયા ટ્રમ્પ! ભારતનો અમેરિકાને 4.5 લાખ કરોડ રૂપિયાનો ઝટકો
પોતાની જ જાળમાં ફસાયા ટ્રમ્પ! ભારતનો અમે...
Jan 10, 2026
Trending NEWS
11 January, 2026
11 January, 2026
11 January, 2026
11 January, 2026
11 January, 2026
11 January, 2026
11 January, 2026
11 January, 2026
11 January, 2026
10 January, 2026