પાકિસ્તાનમાં વિનાશકારી વરસાદથી 63 લોકોનાં મોત, 78 ઈજાગ્રસ્ત

April 22, 2024

પાડોશી દેશ પાકિસ્તાનમાં હાલ કુદરત રૂઠી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, પાકિસ્તાનમાં આતંકવાદ, મોંઘવારી અને હવે ભારે વરસાદે કેર વર્તાવ્યો છે. છેલ્લા અઠવાડિયાથી પાકિસ્તાનમાં સતત વરસાદ ખાબકી રહ્યો છે. ભારે વરસાદ અને વીજળી પડવાને લીધે પાકિસ્તાનમાં 63 લોકોનાં મોત થયા છે અને 78 લોકો ઈજાગ્રસ્ત થયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મૃતકોમાં 33 બાળકો, 15 પુરૂષો અને 15 મહિલાઓનો સમાવેશ થાય છે.

પ્રાંતીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (PDMA) એ રવિવારે જણાવ્યું હતું કે, ખૈબર પખ્તૂનખ્વામાં તાજેતરના વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 63 લોકોનાં મોત થયા છે અને 78 લોકો ઘાયલ થયા છે. PDMAએ પોતાના રિપોર્ટમાં કહ્યું, 'મૃતકોમાં 33 બાળકો, 15 પુરૂષો અને 15 મહિલાઓનો સમાવેશ થાય છે અને ઘાયલોમાં 17 મહિલાઓ, 37 પુરૂષો અને 24 બાળકોનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર, 477 મકાનો ધરાશાયી થયા છે અને 2,725 મકાનોને નુકસાન થયું છે. અસરગ્રસ્ત જિલ્લાઓને રૂ. 110 મિલિયન જાહેર કરાય