20 મિનિટમાં 7 વિસ્ફોટ, દુબઈમાં હુથીઓનો હુમલો, આખું આકાશ ધુમાડાથી ઊભરાયું
August 05, 2026
ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની અસર ખાડી દેશો પર પણ પડી છે. સૌથી સુરક્ષિત ગણાતા યુએઈ અને સાઉદી અરેબિયા પણ તેનાથી પ્રભાવિત થયા છે. આ દરમિયાન દુબઈના જેબેલ અલી ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં અનેક વિસ્ફોટ સંભળાયા છે. 20 મિનિટમાં 7 વિસ્ફોટ થતાં આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
દુબઈમાં ભયંકર વિસ્ફોદ બાદ આકાશ ધુમાડાથી ઉભરાયું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. નોંધનીય વાત એ છે કે, આ ઘટનાનો વીડિયો બનાવવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ઈરાનની સમાચાર એજન્સી મેહરે જણાવ્યું હતું કે, 20 મિનિટના ઓછા સમયમાં 7 વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. જો કે, હજુ સ્પષ્ટ થયું નથી કે વિસ્ફોટ કોઈ હુમલાના લીધે થયો છે કે પછી ઈન્ડસ્ટ્રિયલ એક્સિડેન્ટ હતો.
યુએઈની મીડિયાએ આ વિસ્ફોટના કારણની પુષ્ટિ કરી નથી. પરંતુ ઈરાનના સમાચાર આઉટલેટમાં દાવો કરવામાં આવ્યો છે કે, યમન તરફથી યુએઈ પર મિસાઈલથી હુમલો કર્યો હતો.
નાસા થર્મલ ઈમેજરી દ્વારા બંદર નજીકના એક વેરહાઉસમાં આગ લાગી હોવાનું બહાર આવ્યું છે. આ જગ્યા ફ્યૂલ સ્ટોરેજ અને ટ્રાન્સફર માટે ઉપયોગમાં લેવાતી હતી. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી.
જેબેલ અલીએ યુએઈના મુખ્ય શોપિંગ હબમાંનું એક છે, જે દુબઈ શહેરથી લગભગ 25 માઈલ દક્ષિણપશ્ચિમમાં સ્થિત છે. પામ જેબેલ અલી એક કૃત્રિમ દ્વીપસમૂહ અને એક મુક્ત વેપાર ક્ષેત્ર છે જે આંતરરાષ્ટ્રીય શિપિંગને સુવિધા આપે છે.
Related Articles
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મુલાકાતે
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મ...
Sep 11, 2026
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ્લેશિયર ઝડપથી ઓગળી રહ્યા છે, રિસર્ચમાં ચોંકાવનારું તારણ
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ...
Sep 05, 2026
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડક્યું અમેરિકા, ટ્રમ્પના મંત્રીએ ભારતને ધમકાવ્યું
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડ...
Sep 03, 2026
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાના નામ પર લાગી અંતિમ મહોર
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્...
Sep 02, 2026
ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 7ના મોત, અનેક ઈજાગ્રસ્ત
ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડા ફેક્ટરી...
Aug 31, 2026
5 દિવસ પછી પણ 2500થી વધુ ગુમ, નેપાળમાં મૃતકાંક 800ની નજીક, સામૂહિક અંતિમ સંસ્કારની ફરજ પડી
5 દિવસ પછી પણ 2500થી વધુ ગુમ, નેપાળમાં મ...
Aug 31, 2026
Trending NEWS
10 September, 2026
10 September, 2026
09 September, 2026
09 September, 2026
08 September, 2026
08 September, 2026
08 September, 2026
08 September, 2026
08 September, 2026
08 September, 2026