કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 7 પાકિસ્તાની ઠાર

February 07, 2025

જમ્મુ : ભારતીય સૈન્યએ જમ્મુ કાશ્મીરમાં લાઇન ઑફ કન્ટ્રોલ એટલે કે પાકિસ્તાન સરહદે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 7 પાકિસ્તાનીઓને ઠાર માર્યા છે. આ ઘૂસણખોરોમાં પાકિસ્તાનની કુખ્યાત બોર્ડર એક્શન ટીમ(BAT)ના આતંકી પણ સામેલ છે. 
સૂત્રોએ જણાવ્યું કે ભારતીય સૈન્યએ 4-5 ફેબ્રુઆરીએ રાત્રે એલઓસી પર ભારતીય ચોકી પર પાકિસ્તાની ઘૂસણખોરો દ્વારા ઘાત લગાવી કરાયેલા હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન 7 પાકિસ્તાની ઘૂસણખોરો માર્યા ગયા હતા. આ ઘૂસણખોરોમાં 2થી 3 પાકિસ્તાની આર્મીના જવાનો પણ સામેલ હોવાનો દાવો કરાયો છે. આ ઘટના જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં આવેલી કૃષ્ણા ઘાટીના સેક્ટરમાં બની હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે LOC પર પાકિસ્તાની ઘૂસણખોરોને જોતાં જ ભારતીય જવાનોએ ઠાર કર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાં 'આતંકવાદી સંગઠન અલ-બદ્ર'ના આતંકવાદીઓ પણ સામેલ હતા.