રાજકોટમાં 15 વર્ષની કિશોરી પર 7 શખ્સોએ આચર્યું દુષ્કર્મ
May 19, 2026
રાજકોટના જંગ્લેશ્વર વિસ્તારમાંથી સગીરા પર સામૂહિક દુષ્કર્મની એક અત્યંત ચોંકાવનારી અને દર્દનાક ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવીને 15 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવવામાં આવી હતી. ત્યારબાદ અલગ-અલગ સ્થળોએ 7 શખ્સોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
પીડિતાની જ એક બહેનપણીએ તેને મોબાઈલ ફોન આપીને મુખ્ય આરોપી ડેવિલ સાથે સોશિયલ મીડિયા પર સંપર્ક કરાવ્યો હતો. ડેવિલે સગીરાનો વિશ્વાસ જીતી લીધા બાદ, ગત 29 માર્ચ 2026ના રોજ પોતાના સાથીદાર સાહીલ ઉર્ફે ઝેરીને બાઇક લઈને તેને તેડવા મોકલ્યો હતો. સાહીલ સગીરાને જંગલેશ્વર ખાતે પોતાના ઘરે લઈ ગયો હતો, જ્યાં ડેવિલે તેને ડરાવી-ધમકાવીને અવારનવાર હવસનો શિકાર બનાવી હતી.
ગુનાહિત સિલસિલો અહીં જ ન અટકતા, સગીરાની તે જ બહેનપણીએ ત્યારબાદ તેનો પરિચય મિહીર કુગશીયા નામના શખ્સ સાથે કરાવ્યો હતો. ગત 6 મે 2026ના રોજ મિહીર સગીરાને નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલી એક હોટલમાં લઈ ગયો હતો. ત્યાં તેણે પોતે ‘પોલીસ’ હોવાની ખોટી ઓળખ આપી, ડર બતાવીને સગીરા પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. નોંધનીય છે કે આરોપી મિહીર અગાઉ પણ 6 વખત નકલી પોલીસ તરીકે ઝડપાઈ ચૂક્યો છે.
આ નરપિશાચોની જાળમાં સગીરા વધુને વધુ ફસાતી ગઈ, જેમાં પડોશમાં રહેતા રજાક ઠેબાએ પણ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્ક વધાર્યો હતો. 16 મે 2026ના રોજ રજાક સગીરાને પોતાની એક્ટિવા પર બેસાડીને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઉપરાંત, સુલતાન સલીમભાઇ સવાણ નામના અન્ય એક શખ્સે પણ સગીરાની જાતીય સતામણી કરી હોવાનું ખુલ્યું છે.
Related Articles
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026