જાપાનમાં 7.1ની તીવ્રતાના ભૂકંપે મચાવી તબાહી, 13નાં મોત; 2.6 લાખથી વધુ લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા
July 29, 2026
જાપાનના દક્ષિણ ટાપુ ક્યૂશૂમાં આવેલા 7.1ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી સર્જી છે. વડાપ્રધાન સનાઈ તાકાઈચીના જણાવ્યા મુજબ આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. અનેક ઈમારતો ધરાશાયી થતાં કેટલાક લોકો હજુ પણ લાપતા હોવાનું માનવામાં આવી રહ્યું છે, જ્યારે રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
ભૂકંપની સૌથી વધુ અસર કુમામોતો રાજ્યના કાશિમા ટાઉનમાં જોવા મળી હતી. અહીં એયોન મોલની એક ઈમારત ધરાશાયી થયા બાદ ગેસ ગળતર થતાં જોરદાર વિસ્ફોટ થયો હતો. કાટમાળમાંથી ચાર લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે અન્ય લોકો ફસાયેલા હોવાની આશંકા છે. યાત્સુશિરોમાં એક ઉદ્યોગની વિશાળ ચીમની તૂટી પડતાં પણ અનેક કર્મચારીઓ દબાયા હોવાની માહિતી મળી છે અને ત્યાં પણ બચાવ કામગીરી ચાલુ છે.
અધિકારીઓએ કુમામોતો અને આસપાસના વિસ્તારોમાંથી 2.6 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે જવાની સલાહ આપી છે. ભૂકંપ બાદ જાહેર કરાયેલ સુનામીની ચેતવણી હવે પરત ખેંચી લેવામાં આવી છે, જોકે આગામી બે-ત્રણ દિવસ સુધી આફ્ટરશોકની શક્યતા હોવાથી લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. વડાપ્રધાને જણાવ્યું કે અનેક રસ્તા, પુલો અને ઈમારતોને નુકસાન થયું છે તેમજ કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે અને આગની ઘટનાઓ પણ બની છે. જોકે દેશના ત્રણેય પરમાણુ ઊર્જા પ્લાન્ટ સુરક્ષિત છે. ભૂકંપની અસરને કારણે અનેક ઉદ્યોગો અને પરિવહન સેવાઓ પ્રભાવિત થઈ છે, જ્યારે સંરક્ષણ મંત્રાલયે રાહત કામગીરી માટે સેનાને તહેનાત કરી છે.
Related Articles
રશિયા પર 1000થી વધુ ડ્રોન દ્વારા એટેક, મોસ્કોમાં ભારે તબાહી
રશિયા પર 1000થી વધુ ડ્રોન દ્વારા એટેક, મ...
Sep 20, 2026
ઉત્તર કોરિયાએ લોન્ચ કરી બેલિસ્ટીક મિસાઈલ, દક્ષિણ કોરિયા સહિત અમેરિકા અને જાપાન ભડક્યાં
ઉત્તર કોરિયાએ લોન્ચ કરી બેલિસ્ટીક મિસાઈલ...
Sep 20, 2026
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના બહેનની ધરપકડ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના...
Sep 20, 2026
યુદ્ધ ખતમ થવાના એંધાણ ! ઈરાન 3 મોટી શરતો સાથે અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર
યુદ્ધ ખતમ થવાના એંધાણ ! ઈરાન 3 મોટી શરતો...
Sep 20, 2026
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્નની પાર્ટીમાં પુતિનના સાથીઓએ અબજોનો ખર્ચો કર્યો
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્ન...
Sep 19, 2026
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્સી જાહેર, ભારતે મોકલી HIVની 10 ટન દવા
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026