8 બાળકો પેદા કરે મહિલાઓ..', યુદ્ધમાં 3 લાખ સૈનિકો ગુમાવતાં પુટિન અપીલ કરવા મજબૂર
December 01, 2023

મોસ્કો- રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને દેશની મહિલાઓને અપીલ કરી છે કે તે ઓછામાં ઓછા 8 બાળકો પેદા કરે. આટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું કે આપણે મોટા પરિવારોને સામાન્ય નજરે જોવા પડશે અને આ જરૂરી છે. મોસ્કોમાં પુટિને વર્લ્ડ રશિયન પીપલ્સ કાઉન્સિલને સંબોધતા કહ્યું કે રશિયામાં જન્મદર 1990થી ઘટી રહ્યો છે. ગત વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન સામે યુદ્ધની શરૂઆત થઈ હતી. એક અહેવાલ અનુસાર આ યુદ્ધમાં અત્યાર સુધી 3 લાખ સૈનિકો મૃત્યુ પામી ગયા છે. જે રશિયાના માનવ સંસાધનની દૃષ્ટિએ મોટું નુકસાન છે. રશિયા એક મોટો દેશ છે પણ વસતી ગીચતા ઓછી છે. જેના લીધે રશિયાની ચિંતા વધી ગઈ છે.
વ્લાદિમીર પુટિને કહ્યું કે આપણે આવનારા અમુક દાયકા સુધી વસતી વધારવાનું લક્ષ્ય રાખવું પડશે. તેમણે કહ્યું કે આપણે ત્યાં અનેક સમુદાય છે જે આજે પણ મોટા પરિવારમાં વિશ્વાસ ધરાવે છે. તેમને ત્યાં 4-5 કે તેના કરતાં પણ વધુ બાળકો છે. આપણે યાદ રાખવું જોઇએ કે આપણી દાદી, પરદાદી અને નાનીના 7 કે 8 બાળકો કે પછી તેના કરતાં પણ વધુ બાળકો હતા. આપણે મોટા પરિવારોની પરંપરાને જીવંત રાખવી પડશે. તેને એક સામાન્ય નિયમ બનાવવો પડશે. તેમણે કહ્યું કે પરિવાર ફક્ત રાજ્ય અને સમાજના જ આધાર નથી પણ ધાર્મિક દૃષ્ટિએ પણ યોગ્ય છે.
Related Articles
ભારતની એરસ્ટ્રાઇક બાદ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું- આશા રાખું છું કે ટૂંક સમયમાં સમાપ્ત થાય
ભારતની એરસ્ટ્રાઇક બાદ ટ્રમ્પનું મોટું નિ...
May 07, 2025
એરસ્ટ્રાઇક બાદ કંપી ઉઠ્યું પાકિસ્તાન તો ચીનને થઈ ચિંતા
એરસ્ટ્રાઇક બાદ કંપી ઉઠ્યું પાકિસ્તાન તો...
May 07, 2025
કેલિફોર્નિયામાં બોટ પલટી જતા બે ભારતીયો સહિત 3ના મોત
કેલિફોર્નિયામાં બોટ પલટી જતા બે ભારતીયો...
May 07, 2025
અમેરિકાની પાકિસ્તાનને ચેતવણી : ભારતને જવાબ આપવાનું વિચારતા જ નહીં
અમેરિકાની પાકિસ્તાનને ચેતવણી : ભારતને જવ...
May 07, 2025
ટ્રમ્પનો મોટો દાવો: ભારત અમેરિકા પર લગાવેલા ટેરિફ હટાવવા સહમત
ટ્રમ્પનો મોટો દાવો: ભારત અમેરિકા પર લગાવ...
May 07, 2025
બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના વાહનમાં ભયાનક IED વિસ્ફોટ, 6 જવાનોના મોત
બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના વાહનમાં...
May 06, 2025
Trending NEWS

07 May, 2025