જાંબુઘોડામાં 8 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર, 24 કલાકમાં 81 તાલુકા ભિંજાયા
June 21, 2025
સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી બદલાયેલા હવામાનને પગલે ચોમાસાની મોસમનો પૂર્ણરૃપે પ્રારંભ થઈ રહ્યો હોય તે પ્રકારે તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. ચોમાસાની ઋતુ શરુ થતાંની સાથે જ આજે (21 જૂન) સવારે 6:00 વાગ્યાથી સુધીમાં 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ પંચમહાલના જાંબુઘોડામાં પડ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર(SEOC)ના અહેવાલ મુજબ છોટાઉદેપુરના પાવીજેતપુરમાં 5 ઈંચ, આણંદના પેટલાદમાં સાડા 3 ઈંચ અને હાલોલમાં 2.7 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત વલસાડના કપરાડામાં 3.0 ઇંચ તેમજ આણંદના તારાપુરમાં પણ 2.7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
રાજ્યના અન્ય તાલુકાઓમાં, છેલ્લા 24 કલાકમાં આણંદ શહેરમાં 2.0 ઇંચ, તારાપુરમાં 2.7 ઇંચ અને બોરસદમાં 2.5 જ્યારે ભરૂચના જઘડિયામાં 2.4 ઇંચ, પંચમહાલના હાલોલમાં 2.7 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના 9 તાલુકામાં એક ઇંચથી વધુ જ્યારે 51 તાલુકામાં એક ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે શનિવારે (21 જૂન) કચ્છ, પાટણ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
આગામી 22 જૂનથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. 22 જૂને નવસારી, વલસાડ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, મહીસાગર, ખેડા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, આણંદ, તાપી, ડાંગ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
આ પણ વાંચો: ગુજરાત લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 23 જૂન સુધી કરી શકાશે વાંધા અરજી
રાજ્યમાં 23 જૂને 21થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં સાબરકાંઠા, મહેસાણા, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, ગીર સોમનાથ, મહીસાગર, ખેડા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, તાપી, ડાંગ જિલ્લામાં યલો ઍલર્ટ હોવાથી ભારે વરસાદની શક્યતા છે.
24 જૂને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ રહેવાની શક્યતા છે. આ દિવસે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
25 જૂને નવસારી, વલસાડ અને દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદ અને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.
Related Articles
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો શિફ્ટ કરાશે! નાના એકમો ઠપ થવાનો ભય, લાખો બેરોજગાર બનશે
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો...
Oct 17, 2026
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી, 4 જિલ્લામાં દેખાશે અસર
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા...
Oct 15, 2026
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026