જામનગરની 14 વર્ષની સગીરા રમતા રમતા હાર્ટ એટેકથી અચાનક ઢળી પડી, સારવાર દરમિયાન મોત
June 08, 2026
રાજકોટ : હાલના સમયમાં નાની ઉંમરે હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં રહેતી માત્ર 14 વર્ષીય સગીરાનું રાજકોટ ખાતે મામાના ઘરે રમતાં-રમતાં અચાનક હાર્ટ એટેક આવવાના કારણે મોત નીપજ્યું છે. આ અકાળ અવસાનથી પરિવાર સહિત સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી અનુસાર, જામનગર શહેરના ચાંદી બજાર મોટી ફળી નજીક રહેતા રાજેશ મોદીની 14 વર્ષીય પુત્રી આનંદી મોદી રાજકોટ ખાતે મામાના ઘરે પુરુષોત્તમ માસના ધાર્મિક પ્રસંગે ગઈ હતી. રવિવાર (સાતમી જૂન)ની સાંજે પરિવારના સભ્યો સાથે તે બહાર રેસ્ટોરન્ટમાં જમવા માટે ગઈ હતી. જમ્યા બાદ હોટેલ પરિસરમાં જ તે અન્ય બાળકો સાથે રમી રહી હતી, તે દરમિયાન દોડતાં-દોડતાં અચાનક જ જમીન પર ઢળી પડી હતી.
આનંદી અચાનક બેભાન થઈને ઢળી પડતાં પરિવારજનોના જીવ અધ્ધર થઈ ગયા હતા. તેને તાત્કાલિક લોહીલુહાણ સ્થિતિમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
જોકે, હોસ્પિટલ ખાતે તબીબોના તમામ સઘન પ્રયાસો છતાં આનંદીને બચાવી શકાઈ નહોતી અને સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તબીબી તપાસમાં બાળકીનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું સામે આવ્યું છે.
Related Articles
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત શ્રદ્ધાળુઓની સેવામાં
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026