પાકિસ્તાનના મુસ્તાંગ આત્મઘાતી હુમલાના વિરોધમાં બલુચિસ્તાનમાં બંધનું એલાન

October 03, 2023

પાકિસ્તાનમાં એક બાજુ મોંઘવારી તો બીજી બાજુ આતંકી હુમલા વચ્ચે લોકો હવે મુશ્કેલીમાં મુકાયા છે. રાજકીય પક્ષો પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. પાકિસ્તાન સરકારથી જનતા નારાજ છે તો ક્યાક વિરોધ પ્રદર્શ અને હડતાળ પાડવામાં આવી છે. જો વાત કરવામાં આવે પાકિસ્તાનના મસ્તુંગમાં થયેલા આત્મઘાતી બોમ્બ હુમલાના વિરોધમાં બલૂચિસ્તાનમાં દેશવ્યાપી બંધનું એલાન કરવામાં આવ્યું છે.

આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 59 લોકો માર્યા ગયા હતા. મસ્તુંગના દૂરના બલુચિસ્તાન જિલ્લામાં આત્મઘાતી હુમલાખોરોએ ઈદ-મિલાદ-ઉન-નબીના જુલુસને નિશાન બનાવ્યું હતું.જેમાં એક પોલીસ અધિકારી સહિત અનેક લોકો માર્યા ગયા અને 100થી વધુ ઘાયલ થયા હતા. ક્વેટા, મસ્તુંગ, ઝિયારત, કલાત અને અન્ય બલોચ શહેરો અને નગરોમાં આતંકી હુમલાના વિરોધમાં તમામ બજારો અને વેપાર ધંધાઓ બંધ પાળ્યા છે. હુમલામાં  મૃત્યુ પામેલા લોકોને ન્યાય મળે તેવી માંગને લઇ લોકો રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.