કેશોદમાં તાંત્રિક વિધિના નામે મહિલા સાથે દુષ્કર્મ, ભૂવા સામે નોંધાઈ ફરિયાદ
January 12, 2025
જૂનાગઢ : જૂનાગઢના કેશોદમાં તાંત્રિક વિધિના નામે એક શખસે મહિલા પર દુષ્કર્મ આચર્યું અને માર મારવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના મામલે મહિલાએ પોલીસને જાણ કરતા કેશોદ પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી.
મળતી માહિતી મુજબ, જૂનાગઢના કેશોદ તાલુકાના પંચાલા ગામની મહિલા પર તાંત્રિક વિધિના નામે પંચાળા ગામના રણજીત પરમાર નામના શખસે મારામારી કરીને દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ બાદ પોતાના પરિવારમાં જાણ કરી હતી અને કેશોદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચ્યા હતા. ત્યારબાદ સમગ્ર ઘટનાને લઈને કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સમગ્ર ઘટના અંગે પીડિતાએ જણાવ્યું હતું કે, 'ગત શુક્રવારના સવારે 8:30 વાગ્યે અમે મજૂરી કામ માટે જઈ રહ્યા હતા, ત્યારે રોડ પર એ વ્યક્તિ ભેગા થયા હતા. જેમાં અન્ય મહિલાઓ પણ કઈક પૂછતી હતી, એટલે મે પણ આ વિધિ વિશે પૂછ્યું હતું અને પોતાના ઘરમાં સુખ-શાંતિ અને ધંધામાં વૃદ્ધિ માટે તાંત્રિક વિધિ કરવાની ઈચ્છા વાત કરી. આ પછી તાંત્રિક વિધિનું કહીને એ વ્યક્તિ મારા ઘરે આવીને દિવો પ્રગટાવ્યો અને દરવાજો બંધ કરીને મને ઢોર માર માર્યો, પછી મારી પર દુષ્કર્મ કરીને તે જતો રહ્યો...'
પીડિતા પર દુષ્કર્મ આચર્યા બાદ આરોપી રણજીત પરમારે જો કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈને પીડિતાએ પોતાના ભાભી અને પતિને જાણ કરી હતી અને આ પછી કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પીડિતા કેશોદની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપીને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી.
Related Articles
પતંગરસિયા માટે ખુશખબરઃ ઉત્તરાયણમાં રહેશે સારો પવન, ઠંડીનું પણ જોર રહેશે
પતંગરસિયા માટે ખુશખબરઃ ઉત્તરાયણમાં રહેશે...
અમરેલી લેટરકાંડ, સુરતમાં ઘર્ષણ, ધાનાણી-દુધાતની અટકાયત:નેતા ધરણાં કરે તે પહેલાં પોલીસે ઉઠાવ્યા
અમરેલી લેટરકાંડ, સુરતમાં ઘર્ષણ, ધાનાણી-દ...
Jan 13, 2025
દાહોદમાં 'સ્પેશિયલ 26'નો પ્લાન ફેલ, નાણા ધીરનાર ધંધાર્થી પર નકલી IT દરોડા પાડનારા 5ની ધરપકડ
દાહોદમાં 'સ્પેશિયલ 26'નો પ્લાન ફેલ, નાણા...
Jan 12, 2025
પાયલ ગોટીના સમર્થનમાં સુરતની મહિલાઓએ PM મોદીને પત્રો લખી કરી ન્યાયની માગ
પાયલ ગોટીના સમર્થનમાં સુરતની મહિલાઓએ PM...
Jan 12, 2025
સુરેન્દ્રનગરના ચુડામાં રમતા રમતા બે બાળકો પડ્યા કૂવામાં, સગા ભાઈ-બહેનના મોત
સુરેન્દ્રનગરના ચુડામાં રમતા રમતા બે બાળક...
Jan 11, 2025
પૈસા ડબલ કરવાની લાલચ ભારે પડી! અમદાવાદના યુવક સાથે લાખોની છેતરપિંડી
પૈસા ડબલ કરવાની લાલચ ભારે પડી! અમદાવાદના...
Jan 10, 2025
Trending NEWS
13 January, 2025
13 January, 2025
13 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
Jan 13, 2025