દુબઈ મરીનામાં 67 માળની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, 3800થી વધુ લોકોનું રેસ્ક્યુ
June 16, 2025
દુબઈ મરીનામાં 67 માળની રહેણાંક બિલ્ડિંગ મરીના પિનેકલમાં ભીષણ આગ લાગી હતી. આ બિલ્ડિંગને ટાઈગર ટાવર તરીકે પણ ઓળખવામાં આવે છે. મીડિયા રિપોર્ટ મુજબ શુક્રવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે ઉપરના માળે આગ લાગી હતી અને તે અનેક સ્તરોમાં ફેલાઈ ગઈ હતી. દુબઈ સિવિલ ડિફેન્સે તાત્કાલિક કાર્યવાહી કરી અને 6 કલાકની મહેનત પછી આગને કાબૂમાં લીધી હતી.
આ સમય દરમિયાન 764 એપાર્ટમેન્ટમાં રહેતા 3,820 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. દુબઈ મીડિયા ઓફિસે પુષ્ટિ આપી હતી કે કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. આગની જાણ થતાં જ દુબઈ સિવિલ ડિફેન્સ, પોલીસ અને એમ્બ્યુલન્સ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ડીએમઓએ જણાવ્યું હતું કે ખાસ ટીમો તમામ રહેવાસીઓની સલામતી સુનિશ્ચિત કરવામાં સફળ રહી છે.
કેટલાક રહેવાસીઓની એલાર્મ સિસ્ટમે કામ ન કરી અને તેમને પડોશીઓના અવાજ અથવા ધુમાડાની ગંધથી ભયનો ખ્યાલ આવ્યો હતો. ઘણા લોકોને ધુમાડાના કારણે સીડીઓને બદલે લિફ્ટથી બહાર કાઢવામાં આવ્યા હતા કારણ કે ધુમાડોમાં સીડીઓને ઉપયોગ અસુરક્ષિત બની રહ્યો હતો. રહેવાસીઓએ કટોકટી સેવાઓના ઝડપી અને સંકલિત પ્રતિભાવની પ્રશંસા કરી હતી.
Related Articles
અમેરિકામાં ગુજરાતી યુવકે સાથી કર્મચારીને ડેટ કરતી પત્નીની હત્યા કરી
અમેરિકામાં ગુજરાતી યુવકે સાથી કર્મચારીને...
Oct 17, 2026
મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં સત્તા પલટો કરાવવાનું મળ્યું ઈનામ! અમેરિકાએ આપ્યો હિલેરી ક્લિન્ટન એવોર્ડ
મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં સત્તા પલટો...
Oct 17, 2026
અમેરિકાના ઓરેગનના બેન્ડમાં સિલ્વર રેલ સ્કૂલમાં ગોળીબાર, 3 બાળક અને ટીચરના મોત, હુમલાખોર પણ ઠાર
અમેરિકાના ઓરેગનના બેન્ડમાં સિલ્વર રેલ સ્...
Oct 17, 2026
ન્યૂયોર્કમાં OCI કાર્ડધારકો માટે મોટી રાહત, પાસપોર્ટ અપડેટ દરમિયાન પણ ભારત આવવા-જવા પર રોક નહીં
ન્યૂયોર્કમાં OCI કાર્ડધારકો માટે મોટી રા...
Oct 17, 2026
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડ...
Oct 12, 2026
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સાઉદીનો સાથ આપ્યો તો પરિણામ ભોગવવા પડશે
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સ...
Oct 12, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026