ભયાનક યુદ્ધના ભણકારા? ઈઝરાયલ-ઈરાન વચ્ચે વધતાં તણાવના કારણે ત્રણ દેશે બંધ કરી એરસ્પેસ
October 26, 2024

ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે (IDF) શનિવારે ઈરાનમાં ઘણાં સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો છે. સાથે જ તેહરાનને ચેતવણી આપી છે કે, જો તેણે તણાવ વધારવાની ભૂલ કરી તો વળતો જવાબ આપવામાં આવશે. ઈઝરાયલના હુમલા બાદ ઈરાન, સીરિયા અને ઈરાકે પોતાના હવાઈ વિસ્તારને સંપૂર્ણ રીતે બંધ કરી દીધાં છે. ઓપન સોર્સ ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ FlightRadar24 અનુસાર, આ ત્રણ દેશો ઉપરથી કોઈપણ વિમાન ઉડાન નથી ભરી રહ્યું. જોકે, ઈરાને હવે ઘોષણા કરી કે, તે હુમલા બાદ ઉડાન ફરીથી શરૂ કરશે. ઈરાકે કહ્યું કે, હુમલા બાદ તેણે નાગરિક ઉડ્ડયનની સુરક્ષાને જોતા હવાઈ વિસ્તાર પર પ્રતિબંધ લગાવ્યો છે.
આઈડીએફ અનુસાર, શનિવારે સવારે ઈઝરાયલ વાયુ સેના (આઈવીએફ)ના સહયોગથી ત્રણ તબક્કામાં હુમલો કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી 1 ઓક્ટોબરે તેહરાન બેલિસ્ટિક મિસલાઇલ એટેકનો જવાબ હતી. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે કહ્યું, 'આઈડીએફે પોતાનું મિશન પૂરૂ કરી લીધું છે. જો ઈરાની શાસને નવેસરથી તણાવ વધારવાની ભૂલ કરી તો, અમે વળતો જવાબ આપીશું. આઈએએફના વિમાન ઓપરેશનથી સુરક્ષિત પાછા આવી ગયાં છે.'
આઈડીએફે કહ્યું, 'જે લોકો ઈઝરાયલને ધમકી આપે છે અને તણાવ વધારવાનો પ્રયાસ કરે છે, તેને ગંભીર પરિણામ ભોગવવા પડશે. આજની કાર્યવાહી ઈઝરાયલ અને તેમના નાગરિકોની આક્રામક અને રક્ષાત્મક બંને પ્રકારની રક્ષા કરવાની અમારી ક્ષમતા અને પ્રતિબદ્ધતા દર્શાવે છે.'
Related Articles
ઈલોન મસ્કની ત્રીજી પાર્ટી પર અકળાયા ડોનાલ્ડ ટ્રમ્પ, કહ્યું - એકદમ બકવાસ, દિશાહિન થઇ ગયો છે
ઈલોન મસ્કની ત્રીજી પાર્ટી પર અકળાયા ડોના...
Jul 07, 2025
જે દેશો બ્રિક્સની નીતિઓ ફોલો કરશે, તેમના પર 10% વધુ ટેરિફ ઝીંકીશ, ભારત સહિતના દેશોને ટ્રમ્પની ચેતવણી
જે દેશો બ્રિક્સની નીતિઓ ફોલો કરશે, તેમના...
Jul 07, 2025
ટેક્સાસમાં પૂરને કારણે ઓછામાં ઓછા 51 લોકોના મોત, કેરોલિનામાં 'ચેન્ટલ વાવાઝોડા'નો ભય
ટેક્સાસમાં પૂરને કારણે ઓછામાં ઓછા 51 લોક...
Jul 07, 2025
આતંકવાદને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમર્થન આપનારા દેશે તેની કિંમત ચૂકવવી પડશે : પીએમ મોદી
આતંકવાદને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમર્થ...
Jul 07, 2025
જે BRICS ની નીતિઓ ફોલો કરશે એના પર લાગશે 10% વધુ ટેરિફ, ટ્રમ્પની ધમકીથી ભારત પણ ચિંતિત!
જે BRICS ની નીતિઓ ફોલો કરશે એના પર લાગશે...
Jul 07, 2025
ગાઝામાં ભયાનક હુમલો, 130 સ્થળોને ટાર્ગેટ કરાયા, 33ના મોત
ગાઝામાં ભયાનક હુમલો, 130 સ્થળોને ટાર્ગેટ...
Jul 06, 2025
Trending NEWS

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025
07 July, 2025

07 July, 2025

07 July, 2025
07 July, 2025
07 July, 2025