ભાગલપુરમાં ભયાનક વિસ્ફોટ, સાત બાળકોને ઈજા
October 02, 2024

ભાગલપુર : બિહારના ભાગલપુરમાં આજે (1 ઓક્ટોબર) કચરાના ઢગલા પાસે અચાનક વિસ્ફોટ થયો છે, જેમાં સાત બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, વિસ્ફોટ શહેરના હબીબપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ખિલાફત નગર વિસ્તારમાં થયો છે. ઘટના જોઈ એવું લાગે છે કે, બાળકોએ અજાણતાં વિસ્ફોટક જેવી વસ્તુને સ્પર્શ કર્યો હશે.
તેમણે કહ્યું કે, આ ઘટનામાં સાત બાળકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી ત્રણ બાળકો ગંભીર ઈજાગ્રસ્ત છે. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે. ફોરેન્સિક નિષ્ણાતો તેમજ ડોગ સ્ક્વોડની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી. બંને ટીમોએ કચરાના ઢગલામાં કોઈ વિસ્ફોટક સામગ્રી હોવાની શંકાના આધારે તપાસ કરી હતી.
પોલીસ અધિકારીએ કહ્યું કે, આ કેસની તપાસ કરવા માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની પણ રચના કરાઈ છે. અધિકારીઓ સ્થળ પરથી મળી આવેલ વિસ્ફોટક સામગ્રીની સ્થિતિ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બોંબ દેશી બનાવટનો હતો કે ફટાકડાના કારણે ધડાકો થયો છે તે અંગે હાલ તપાસ ચાલી રહી છે અને ઘટનાસ્થળેથી પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે.
Related Articles
યોગ દિવસ : કાશ્મીરમાં ચેનાબ પુલ, આંધ્રમાં શિપ પર યોગ;દેશભરમાં 1 લાખથી વધુ પ્રોગ્રામ થયા
યોગ દિવસ : કાશ્મીરમાં ચેનાબ પુલ, આંધ્રમા...
Jun 21, 2025
4 વર્ષની બાળકીના દુષ્કર્મીને હાઈકોર્ટે આપી રાહત, ફાંસી માફી કરી હવે આ સજા આપી, કારણ પણ જણાવ્યું
4 વર્ષની બાળકીના દુષ્કર્મીને હાઈકોર્ટે આ...
Jun 21, 2025
ઘરની બાલકનીમાં ભાજપ નેતાનો લટકતો મૃતદેહ મળ્યો, પ.બંગાળના હુગલીની ચોંકાવનારી ઘટના
ઘરની બાલકનીમાં ભાજપ નેતાનો લટકતો મૃતદેહ...
Jun 21, 2025
ઓપરેશન સિંધુ : મોડી રાત્રે ઇરાનથી 290 ભારતીયોને લઈ ફ્લાઈટ રાજધાની પહોંચી
ઓપરેશન સિંધુ : મોડી રાત્રે ઇરાનથી 290 ભા...
Jun 21, 2025
કિડની અને લીવર લઇ દિલ્હીથી પુણે આવ્યુ એરફોર્સનું વિમાન
કિડની અને લીવર લઇ દિલ્હીથી પુણે આવ્યુ એર...
Jun 21, 2025
તિરુપતિ બાલાજી મંદિરમાં નકલી ટીકીટનું વેચાણ, ટ્રસ્ટે એજન્ટોને એલર્ટ કર્યા
તિરુપતિ બાલાજી મંદિરમાં નકલી ટીકીટનું વે...
Jun 21, 2025
Trending NEWS

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025