નિર્દોષ બાળકોના મોતનું ખૌફનાક દ્રશ્ય, કેમ્પસમાં સંભળાઇ માત્ર ચીસો

July 22, 2025

બાંગ્લાદેશની માઇલસ્ટોન સ્કૂલ એન્ડ કોલેજ પર બપોરે એયરક્રાફ્ટ ક્રેશ થયુ હતુ. વાયુસેનાના તાલીમ જેટ ક્રેશ થયા પછી કેમ્પસમાં જે રીતે હૃદયદ્રાવક ચીસો સંભળાઈ હતી. તે કોઈપણનું હૃદય ફાડી નાખશે. અહીં સોમવારે ઢાકાના ઉત્તર વિસ્તારમાં, બાંગ્લાદેશ વાયુસેનાનું એક તાલીમ જેટ માઇલસ્ટોન સ્કૂલ એન્ડ કોલેજની ઇમારત સાથે અથડાયું હતુ.

સરકારી જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે મંગળવારે દેશભરની સરકારી, અર્ધ-સરકારી, સ્વાયત્ત સંસ્થાઓ અને તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. ઉપરાંત, બાંગ્લાદેશના વિદેશી મિશનોમાં પણ ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. સરકારે એમ પણ કહ્યું કે દેશભરના મંદિરો, મસ્જિદો, ચર્ચો અને અન્ય ધાર્મિક સ્થળોએ ખાસ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવશે.

રજા પૂરી થવાના સમયે બાંગ્લાદેશ વાયુસેનાનું F-7 BGI તાલીમ વિમાન માઇલસ્ટોન સ્કૂલ અને કોલેજના કેમ્પસમાં ક્રેશ થયું. માતાપિતા તેમના બાળકોને લેવા માટે ગેટ પર હતા ત્યારે તેઓએ જોરદાર વિસ્ફોટ સાંભળ્યો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિમાન ખૂબ જ નીચા સ્તરે હતું અને નારિયેળના ઝાડ સાથે અથડાયા પછી, તે આગના ગોળામાં ફેરવાઈ ગયું અને ઇમારત પર પડ્યું હતુ.