ચેન્નઇના સમુદ્ર કિનારે મોટી સંખ્યામાં કાચબાઓના મૃતદેહ મળી આવ્યા

January 28, 2025

કાચબાઓના મૃત્યુ પાછળ શું છે કારણ?,જુઓ સમગ્ર મામલો, ચેન્નઇના સમુદ્ર કિનારે મોટી સંખ્યામાં કાચબાઓના શવ તરી આવ્યા હતા. કાચબાઓના આ શવ પાછળ કયુ કારણ જવાબદાર છે તે હજુ સુધી જાણી શકાયુ નથી. આ કાચબાઓના મૃતદેહનો આંકડો 1000ને પાર થયો છે. આ કાચબાઓ કોઇ બીમારીનો શિકાર હતા કે કોઇ આડ અસર થઇ છે તે મામલે કારણ હજુ અકબંધ છે.

મળતી માહિતી મુજબ, ચેન્નઇ અને તેની આસપાસના સાગર તટ પર મોટી સંખ્યામાં મૃત્યુ પામેલા કાચબાઓ મળી રહ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે, આ મૃત્યુ માટે કિનારાના વિસ્તારોમાં આસપાસથી માછીમારો દ્વારા અનિયંત્રિત ટ્રોલિયોથી માછલી પકડવાના કારણે થયુ છે.