નારોલમાં મોટી દુર્ઘટના, ફેક્ટરીમાં ગેસ લીકેજ થતાં 2નાં મોત, 7ને હોસ્પિટલ ખસેડાયાં
October 27, 2024
અમદાવાદ : નારોલમાં એક ફેક્ટરીમાં ગેસ ગળતર થતા લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. જેમાં 2 શ્રમિકનાં મોત નિપજ્યાં હોવાની અહેવાલ છે. આ ઘટનામાં નવ વ્યક્તિઓને ગેસની અસર થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પાંચ લોકોની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ, GPCB, ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
નારોલ વિસ્તારમાં આવેલી દેવી સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ગેસ ગળતર થયું હતું. જેના કારણે 9 લોકો બેભાન થઈ ગયા હતા. જેમને હાજર સ્ટાફ દ્વારા તાત્કાલિક ધોરણે 108 બોલાવી તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં બે વ્યક્તિઓને મૃત જાહેર કરવામાં આવ્યા છે અને પાંચ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા જ ઘટનાસ્થળે પહોંચીને ગેસ ગળતર બંધ કરાવવામાં આવ્યું હતું. ચાસમગ્ર ઘટના મામલે હવે પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
Related Articles
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્, ત્રણ દિવસ બાદ પારો ગગડશે
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્, ત...
May 16, 2026
સુરતના લસકાણામાં સ્વામિનારાયણ મંદિરના સ્વામીનું મૃત્યુ, ઊંઘની ગોળીઓ ખાઈ આપઘાત કર્યો
સુરતના લસકાણામાં સ્વામિનારાયણ મંદિરના સ્...
May 16, 2026
અમદાવાદથી રાજકોટ તરફ જતી બસની ટેન્કર સાથે ટક્કર, 4ના મોત
અમદાવાદથી રાજકોટ તરફ જતી બસની ટેન્કર સાથ...
May 14, 2026
75 વર્ષ પૂર્ણ થતાં સોમનાથ મંદિરના અમૃત પર્વમાં વડાપ્રધાન મોદી સહભાગી થયા, 75 રૂપિયાનો સિક્કો જાહેર કર્યો
75 વર્ષ પૂર્ણ થતાં સોમનાથ મંદિરના અમૃત પ...
May 11, 2026
અમરેલી: બાબરામાં સુરાપુરાની ખાંભી ઉખેડવાની શંકામાં સાસરીયાઓએ જમાઈની કરી હત્યા, 10ની ધરપકડ
અમરેલી: બાબરામાં સુરાપુરાની ખાંભી ઉખેડવા...
May 10, 2026
છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો
છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રા...
May 09, 2026
Trending NEWS
14 May, 2026
14 May, 2026