સુરતના લસકાણામાં સ્વામિનારાયણ મંદિરના સ્વામીનું મૃત્યુ, ઊંઘની ગોળીઓ ખાઈ આપઘાત કર્યો
May 16, 2026
સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મિશન મંદિરના સંત પ્રિયદર્શન સ્વામીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા હરિભક્તો અને સાધુ સમાજમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ઊંઘની ગોળીઓ ખાઈ લેતા તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં લાંબી સારવાર બાદ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે હવે ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી છે.
મળતી માહિતી અનુસાર, પ્રિયદર્શન સ્વામીએ ગત 26 એપ્રિલ 2026ના રોજ કોઈ અકળ કારણોસર મોટી સંખ્યામાં ઊંઘની ગોળીઓ ગટગટાવી લીધી હતી. ઝેરી અસર થવાના કારણે તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સતત 20 દિવસ સુધી જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમ્યા બાદ, 15મી મે 2026ના રોજ સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
આ આખા મામલામાં કોઈ કાવતરું કે દબાણ હોવાની શંકા સાથે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ મેદાનમાં આવી છે. સમિતિ દ્વારા ઘટનાસ્થળની સંપૂર્ણ તપાસ, મોબાઈલ કોલ ડિટેઇલ, મેસેજ, સીસીટીવી ફૂટેજ તથા મંદિરના તમામ સંતોના નિવેદનો અને અન્ય ટ્રસ્ટીઓના નિવેદનો લઈ તપાસ કરવા માગ કરી છે. ઘટનાની ગંભીરતાને જોતાં લસકાણા પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો નોંધીને પ્રાથમિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Related Articles
ચેમ્બરમાં બેસીને સુરતની આફતનું આકલન! ગ્રાઉન્ડ ઝીરો પર ગયા વગર મુખ્યમંત્રીએ ₹500 કરોડના પેકેજની કરી જાહેરાત
ચેમ્બરમાં બેસીને સુરતની આફતનું આકલન! ગ્ર...
Jul 10, 2026
સુરતમાં કુદરતનો કહેર! અનેક વિસ્તારો જળમગ્ન, ગળાડૂબ પાણીમાં ફસાયેલા 193થી વધુ નાગરિકોનું રેસ્ક્યૂ
સુરતમાં કુદરતનો કહેર! અનેક વિસ્તારો જળમગ...
Jul 08, 2026
વલસાડમાં મધુબન ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે, 4 કલાકમાં 59 તાલુકામાં વરસાદ
વલસાડમાં મધુબન ડેમમાંથી પાણી છોડાતા નદી...
Jul 08, 2026
4 કલાકમાં 59 તાલુકામાં વરસાદ, સુરતમાં મેઘતાંડવ બાદ ખાડીઓ ભયજનક સ્તરે, મુંબઈમાં વરસાદ વચ્ચે અનેક ટ્રેનો રદ
4 કલાકમાં 59 તાલુકામાં વરસાદ, સુરતમાં મે...
Jul 08, 2026
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હા...
Jul 07, 2026
ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 8 અને કામરેજમાં સાડા 7 ઇંચ, સુરત-નવસારીમાં શાળાઓ બંધ
ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવ...
Jul 07, 2026
Trending NEWS
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
07 July, 2026
07 July, 2026
07 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026