વોશિંગ્ટન ડીસીમાં હવામાં હેલિકોપ્ટર સાથે અથડાતા પેસેન્જર વિમાન ક્રેશ, 18 મૃતદેહ મળ્યાં
January 30, 2025
અમેરિકામાં વોશિંગ્ટન ડીસીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં વ્હાઈટ હાઉસ નજીક આવેલા રિગન નેશનલ એરપોર્ટ પર એક વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે હવામાં ટક્કર થતાં બંને ક્રેશ થઈ ગયા હતા. વિમાનમાં લગભગ 64 મુસાફરો સવાર હતા. એક સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર અત્યાર સુધી પોટોમેક નદીમાંથી 18 મૃતદેહો મળી આવ્યા છે. અમેરિકન એરલાઇન્સના વિમાનમાં કુલ 64 લોકો મુસાફરી કરી રહ્યાના અહેવાલ સામે આવ્યા છે. જોકે કેટલાક મીડિયામાં એવો દાવો કરાયો છે કે હજુ સુધી કોઈ જીવતો બહાર આવ્યો નથી એટલે કે એવું પણ બની શકે કે લગભગ તમામ મુસાફરો મૃત્યુ પામી ગયા હોઈ શકે છે. રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલી રહ્યું છે.
અમેરિકન એરલાઈન્સે એ વાતની પુષ્ટી કરી છે કે આ વિમાનમાં 60 મુસાફરો હતા અને 4 ક્રૂ મેમ્બર્સ મુસાફરી કરી રહ્યા હતા. તેની ટક્કર બ્લેક હોક હેલિકોપ્ટર સાથે થઇ હતી. બુધવારે રાતે આ ઘટના બની હતી. આ વિમાને કેનસાસના વિચિતાથી ઉડાન ભરી હતી. જોકે વિમાન સાથે અથડાનાર હેલિકોપ્ટરમાં ત્રણ સૈનિકો સવાર હતા. જોકે આ હેલિકોપ્ટરમાં કોઈ સિનિયર ઓફિસર સવાર નહીં હોવાની પણ જાણકારી સામે આવી છે.
આ ટક્કર બાદ વિમાન 60 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર સહિત પોટોમેક નદીમાં ખાબક્યું હતું. જોકે ઘટનાની જાણ થતાં જ ઈમરજન્સી રિસ્પોન્સ ટીમના અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરતાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.અમેરિકન સૈન્યના બ્લેકહોક હેલિકોપ્ટર સાથે ટક્કર થઇ ગઇ હતી. તેના પછી બંને નદીમાં ક્રેશ થઇ ગયા હતા અને પોટોમેક નદીમાં ખાબક્યા હતા. એરલાઇન્સ કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે એવા અહેવાલ છે કે પીએસએ દ્વારા ઓપરેટેડ અમેરિકન ઈગલ ફ્લાઇટ 5342 વિમાન કેન્સાસથી વોશિંગ્ટન રીગન નેશનલ એરપોર્ટ જઈ રહ્યું હતું અને તે સમયે જ Sirosky H 60 સાથે તેની ટક્કર થઇ જતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી.
આ ઘટના અંગે ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન જાહેર કરતાં કહ્યું કે ભયાનક વિમાન દુર્ઘટના બાદ ઈમરજન્સી સેવાના અધિકારીઓ અદભૂત રીતે કામગીરી કરી રહ્યા છે. આ ઘટના રીગન નેશનલ એરપોર્ટ પર બની હતી. આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકોને ભગવાન સ્વર્ગમાં સ્થાન આપે. હું સ્થિતિ પર નજર રાખી રહ્યો છું અને જેમ જેમ વિગતો સામે આવશે હું તમારી સમક્ષ રજૂ કરતો રહીશ.
Related Articles
જાપાનમાં મોટી કુદરતી આફતની આશંકાથી હાઈ એલર્ટ: નાગરિકોને 7 દિવસનું રાશન-પાણી સંગ્રહવા સરકારનો આદેશ
જાપાનમાં મોટી કુદરતી આફતની આશંકાથી હાઈ એ...
Oct 28, 2026
હુમલા રોકવા રૂ.9,500 કરોડની ઓફર? સાઉદી-ઈરાન વચ્ચેની સિક્રેટ ડીલથી મિડલ ઈસ્ટમાં ખળભળાટ
હુમલા રોકવા રૂ.9,500 કરોડની ઓફર? સાઉદી-ઈ...
Oct 27, 2026
રિયાદનું કિંગ ખાલિદ હવાઈ મથક 15 દિવસે ફરી ખૂલ્યું, હુતી વિદ્રોહીઓએ ફરી હુમલાની ચેતવણી આપી
રિયાદનું કિંગ ખાલિદ હવાઈ મથક 15 દિવસે ફર...
Oct 27, 2026
'1 કલાકમાં ઈઝરાયલને ખાત્મો બોલાવી દઈશું...', ઈરાનની ધમકી
'1 કલાકમાં ઈઝરાયલને ખાત્મો બોલાવી દઈશું....
Oct 25, 2026
વિશ્વના 5 દેશોમાં સામાન્યથી લઈને જોરદાર ભૂકંપના આંચકા
વિશ્વના 5 દેશોમાં સામાન્યથી લઈને જોરદાર...
Oct 25, 2026
મોંઘવારી અને સ્કૂલ સિસ્ટમ સામે ફ્રાન્સમાં જનઆક્રોશ: 70,000 પોલીસ તહેનાત
મોંઘવારી અને સ્કૂલ સિસ્ટમ સામે ફ્રાન્સમા...
Oct 24, 2026
Trending NEWS
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
26 October, 2026
26 October, 2026
26 October, 2026
26 October, 2026