જાપાનમાં જોરદાર ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 6.1ની તીવ્રતા
May 26, 2023

ભૂકંપનું કેન્દ્ર બિંદુ ટોક્યોથી પૂર્વ-દક્ષિણપૂર્વમાં 107 કિલોમીટર દૂર
અગાઉ 5મી મેએ ભૂકંપઆવ્યો હતો, જેમાં 1 વ્યક્તિનું મોત થયું હતું
ટોક્યો- જાપાનમાં આજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 આંકવામાં આવી છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યું કે, આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ટોક્યોથી પૂર્વ-દક્ષિણપૂર્વમાં 107 કિલોમીટર દૂર હતું. તેમણે કહ્યું કે, ભૂકંપ 65 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.
રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા મુજબ બપોરે લગભગ 3.33 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા. આ ભૂકંપના કારણે કોઈ જાનહાની સર્જાયા હોવાના અહેવાલો સામે આવ્યા નથી. ઉપરાંત સુનાવણીની પણ ચેતવણી જારી કરવામાં આવી નથી. મળતી માહિતી મુજબ ચિબા અને ઈબારાકી પ્રાંતોમાં જોરદાર આંચકા અનુભવાયા હોવાની સૂચના મળી હતી, પરંતુ યૂએસજીએસે કહ્યું કે, વધુ નુકસાન થવાની ખૂબ જ ઓછી સંભાવના છે.
સ્થાનિક ક્યોદો સમાચાર સેવાએ જણાવ્યું હતું કે, ઈબારાકીમાં ટોકાઈ નંબર 2 પરમાણુ પાવર પ્લાન્ટમાં કોઈ સમસ્યા સર્જાઈ નથી. અગાઉ, 5 મેએ મધ્ય જાપાનમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઉલ્લેખનિય છે કે, જાપાન વિશ્વના સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત દેશોમાંથી એક છે.
Related Articles
ભારતની એરસ્ટ્રાઇક બાદ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું- આશા રાખું છું કે ટૂંક સમયમાં સમાપ્ત થાય
ભારતની એરસ્ટ્રાઇક બાદ ટ્રમ્પનું મોટું નિ...
May 07, 2025
એરસ્ટ્રાઇક બાદ કંપી ઉઠ્યું પાકિસ્તાન તો ચીનને થઈ ચિંતા
એરસ્ટ્રાઇક બાદ કંપી ઉઠ્યું પાકિસ્તાન તો...
May 07, 2025
કેલિફોર્નિયામાં બોટ પલટી જતા બે ભારતીયો સહિત 3ના મોત
કેલિફોર્નિયામાં બોટ પલટી જતા બે ભારતીયો...
May 07, 2025
અમેરિકાની પાકિસ્તાનને ચેતવણી : ભારતને જવાબ આપવાનું વિચારતા જ નહીં
અમેરિકાની પાકિસ્તાનને ચેતવણી : ભારતને જવ...
May 07, 2025
ટ્રમ્પનો મોટો દાવો: ભારત અમેરિકા પર લગાવેલા ટેરિફ હટાવવા સહમત
ટ્રમ્પનો મોટો દાવો: ભારત અમેરિકા પર લગાવ...
May 07, 2025
બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના વાહનમાં ભયાનક IED વિસ્ફોટ, 6 જવાનોના મોત
બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના વાહનમાં...
May 06, 2025
Trending NEWS

07 May, 2025