ધોલેરા-ભાવનગર હાઈવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત

May 12, 2025

ધોલેરા-ભાવનગર હાઈવે પર અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થયો છે. દરરોજ એક-બે નાના-મોટા અકસ્માત નોંધાઈ રહ્યા છે. ત્યારે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ લોકોના મોતની થયા છે. હજુ મૃત્યુઆંક વધવાની આશંકા છે. અકસ્માત સર્જાતા આસપાસમાંથી લોકોના ટોળેટાળા ઉમટી પડ્યા હતા. પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

પ્રાપ્ત માહિતી અનુસાર ધોલેરા-ભાવનગર હાઇવે પર કીયા અને સ્કોર્પિયો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય લોકોને ઇજા પહોંચી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. અકસ્માતની જાણ થતાં પોલીસ અને એમ્બુલન્સનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ હજુ સુધી થઇ શકી નથી.