મંત્રી બચુ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડની પણ ધરપકડ, વધુ એક ફરિયાદ દાખલ
June 01, 2025
બંને મંત્રી પુત્રોના 50,000 ના બોન્ડ પર મળ્યા હતા શરતી જામીન મંજૂર
લવારીયા ગામે મનરેગા કૌભાંડમાં કિરણની ભૂમિકા
દાહોદ : દાહોદમાં મનરેગા કૌભાંડમાં બંને મંત્રી પુત્રોને જામીન મળ્યા બાદ જેલમુક્ત થતાની સાથે જ પોલીસે મંત્રી પુત્ર કિરણ ખાબડની જેલ બહારથી ધરપકડ કર્યા બાદ હવે બીજા પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરાઈ છે. 29 તારીખે જ કોર્ટે મંત્રીના બંને પુત્રોના જામીન મંજૂર કર્યા હતા. ભાણપુર ગામે 33 લાખનું કૌભાંડ આચર્યાની બળવંત ખાબડની રાજ ટ્રેડર્સ એજન્સી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે, જ્યારે દેવગઢ બારિયા તાલુકાના લવારીયા ગામે મનરેગાના 79 જેટલા કામોમાં 21 કામો કાગળ પર બતાવી મંત્રી પુત્રએ બિલ પાસ કરાવી કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું છે.
દાહોદ જિલ્લામાં બહુચર્ચિત રૂ.71 કરોડના મનરેગા કૌભાંડમાં પોલીસે બી ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરી રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્ર બળવંત અને કિરણ ખાબડની ધરપકડ કરી હતી. પોલીસે તપાસ દરમિયાન બંનેના રિમાન્ડ મેળવ્યા બાદ કસ્ટડીમાં મોકલી દીધા હતા. બંને મંત્રી પુત્રોના દાહોદની ચીફ જ્યુડિશિયલ કોર્ટે 50,000 ના બોન્ડ પર શરતી જામીન મંજૂર કરતા પોલીસે આ જામીન સામે સ્ટે આપવા માટે દાદ મેળવી હતી. કોર્ટે પોલીસની જામીન અરજી રદ કરવાનો સ્ટે ફગાવી બંને મંત્રી પુત્રોને જામીનમુક્ત કર્યા હતા.
સાંજે સબ જેલ ખાતે બંને મંત્રીપુત્રો જેલમુક્ત થતા પોલીસે બળવંત ખાબડને જવા દીધો હતો. જ્યારે કિરણ ખાબડની ધરપકડ કરી લીધી હતી. દેવગઢ બારિયાના લવારીયા ગામે મનરેગાના કામોની તપાસ દરમિયાન 79 કામોમાંથી 21 કામો કાગળ ઉપર પૂર્ણ બતાવી ગેરરીતિ આચરી હોવાનું બહાર આવતા જે તે સમયે જિલ્લા વિકાસ અધિકારીના આદેશ બાદ ડીઆરડીએ નિયામકે તત્કાલીન કરાર આધારિત ટેકનિકલ આસિસ્ટન્ટ મનીષ પટેલ તેમજ ગ્રામ રોજગાર સેવક બારીયા કાંતિભાઈ ધનસુખભાઈને ફરજ મુક્ત કર્યા હતા. લવારીયા ગામે મનરેગાના 21 કામોમાં 18.41 લાખના કૌભાંડમાં જે તે સમયે ફરિયાદ નોંધાઇ ન હતી પરંતુ તે દિશામાં પોલીસ હવે આગળ વધી છે.
Related Articles
નહેરુ સરકારી પૈસાથી બાબરી મસ્જિદ બનાવવા માગતા હતા : રાજનાથ સિંહ
નહેરુ સરકારી પૈસાથી બાબરી મસ્જિદ બનાવવા...
Dec 03, 2025
સુરતમાં બ્લેક લિસ્ટેડ કોન્ટ્રાક્ટરને વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાકટ આપવાની પેરવીથી વિવાદ
સુરતમાં બ્લેક લિસ્ટેડ કોન્ટ્રાક્ટરને વડો...
Dec 02, 2025
B.Ed ભણેલી મહિલા અમદાવાદમાં પતિ સાથે ડ્રગ્સ વેચતા ઝડપાઈ! રાજસ્થાનથી જથ્થો લાવવામાં ભાઈ કરતો હતો મદદ
B.Ed ભણેલી મહિલા અમદાવાદમાં પતિ સાથે ડ્ર...
Dec 01, 2025
સુરતમાં ગમખ્વાર અકસ્માત: બાઈક ડીવાઈડર સાથે અથડાતા 18 વર્ષીય યુવકનું માથું ધડથી અલગ
સુરતમાં ગમખ્વાર અકસ્માત: બાઈક ડીવાઈડર સા...
Dec 01, 2025
સુરતમાં ગમખ્વાર અકસ્માત: બાઈક ડીવાઈડર સાથે અથડાતા 18 વર્ષીય યુવકનું માથું ધડથી અલગ
સુરતમાં ગમખ્વાર અકસ્માત: બાઈક ડીવાઈડર સા...
Dec 01, 2025
દિતવાહ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા દક્ષિણ ભારતે લીધો રાહતનો શ્વાસ, ભારે વરસાદનો ખતરો ટળ્યો
દિતવાહ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા...
Dec 01, 2025
Trending NEWS
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
02 December, 2025
02 December, 2025