સુરતમાં ફરિયાદ કરવા આવેલા યુવકે લિંબાયત પોલીસ સ્ટેશનના ત્રીજા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી
November 24, 2025
મળતી માહિતી અનુસાર ત્રીજા માળેથી ઝંપલાવી ચૂકેલા યુવકે કેમ આ પગલું ભર્યું તેને લઈને હજુ રહસ્ય ઘેરાયેલું જ છે. તેનો મૃતદેહ સીધો પોલીસ સ્ટેશનના પરિસરમાં જ પટકાયો હતો. નીચે પટકાવાને કારણે તેનું માથું ફાટી ગયું હતું અને તે ગંભીર ઈજાઓ થતાં તે ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, આપઘાત કરનાર યુવકની ઉંમર અંદાજે 35થી 40 વર્ષની હોવાનું અનુમાન છે. પોલીસ સ્ટેશનમાં તે કોઈ ફરિયાદ અથવા રજૂઆત કરવા આવ્યા હોવાની માહિતી મળી રહી છે. જોકે, ત્યારબાદ અચાનક શું થયું અને યુવક ટેરેસ પર પહોંચી ત્યાંથી પડતું મૂક્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યો હતો. જોકે, પોલીસ કંઇક કરે તે પહેલાં જ યુવકનું મોત નિપજ્યું હતું. પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલા આ આપઘાત બાદ લિંબાયત પોલીસની કામગીરી પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જેમાં પોલીસની હાજરીમાં યુવક ટેરેસ પર પહોંચ્યો કેવી રીતે તેને લઈને પોલીસ પાસેથી જવાબ માંગવામાં આવી રહ્યા છે.
Related Articles
રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જોઈ શકશે આન્સરશીટ! બોર્ડની પરીક્ષા અંગે પહેલીવાર આવો નિર્ણય
રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જ...
Jun 22, 2026
4 કલાકમાં 21 તાલુકા ભીંજાયા, સૌથી વધુ વલસાડ-સુરતમાં મેઘમહેર, ઠેર-ઠેર પાણી ભરાયા
4 કલાકમાં 21 તાલુકા ભીંજાયા, સૌથી વધુ વલ...
Jun 22, 2026
જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા
જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો ક...
Jun 21, 2026
અમદાવાદમાં NEET પરીક્ષા કેન્દ્ર પર હિજાબ અને કંઠી-દોરા મુદ્દે બે સંગઠનો આમનેસામને આવતા તંગદીલી
અમદાવાદમાં NEET પરીક્ષા કેન્દ્ર પર હિજાબ...
Jun 21, 2026
રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને ઍલર્ટ
રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહ...
Jun 20, 2026
ગીતામંદિર પાસે ગેસ એજન્સીમાં સિલિન્ડર બ્લાસ્ટ, 3 લોકો દાઝ્યા, ફાયર બ્રિગેડે 70 જેટલા બાટલા બહાર કાઢ્યા
ગીતામંદિર પાસે ગેસ એજન્સીમાં સિલિન્ડર બ્...
Jun 19, 2026
Trending NEWS
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
21 June, 2026
21 June, 2026