અત્ચંત ચોંકાવનારી ઘટના, લગભગ 80 વિદ્યાર્થીનીઓને અપાયું ઝેર

June 06, 2023

અફઘાનિસ્તાનમાં એક દુ:ખદ ઘટનામાં લગભગ 80 જેટલા શાળાએ જતી બાળકીઓને કથિત રીતે ઝેર આપવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ઉત્તર ક્ષેત્રમાં સ્થિત સર એ પુલ પ્રાંતમાં વીકેન્ડમાં આ ઘટનાઓ ઘટી. શિક્ષણના પ્રાંતીય વિભાગના નિદેશક મોહમ્મદ રહેમાનીએ ખુલાસો કર્યો કે સંગચારક જિલ્લામાં ધોરણ 1થી 6 સુધીની બાળકીઓને ઝેર આપવામાં આવ્યું હતું. ખાસ કરીને નસવાન એ કબોદ આબ શાળાની 60 વિદ્યાર્થીનીઓ અને નસવાન એ ફૈઝૈબાદ શાળાના 17 વિદ્યાર્થીનીઓ ઝેર હુમલાથી પ્રભાવિત થયા. 

હમાનીએ કહ્યું કે બંને પ્રાથમિક શાાઓ એક બીજાની નજીક છે અને એક પછી એક તેને નિશાન બનાવવામાં આવી. તેમણે કહ્યું કે અમે વિદ્યાર્થીનીઓને હોસ્પિટલમાં દાખલ કરાવી છે ને હવે તે બધા ઠીક છે. હાલ તપાસ ચાલુ છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે એક વ્યક્તિએ નારાજગી વ્યક્ત કરતા કથિત રીતે હુમલાને અંજામ આપવા માટે ત્રીજા પક્ષને ચૂકવણી કરી. જો કે ફોક્સ ન્યૂઝ મુજબ રહમાનીએ ઝેરની પ્રકૃતિ કે છોકરીઓને થયેલી વિશેષ ઈજાઓ અંગે વધુ જાણકારી આપી નહીં.