એક્ટર રણબીર કપૂરને EDનું સમન્સ:મહાદેવ ગેમિંગ એપ કેસમાં 6 ઓક્ટોબરે પૂછપરછ કરાશે
October 04, 2023

બોલિવૂડ એક્ટર રણબીર કપૂરને EDએ સમન્સ મોકલ્યું છે. તપાસ એજન્સીએ અભિનેતાને 6 ઓક્ટોબરે પૂછપરછ માટે બોલાવ્યો છે. આ મામલો ઓનલાઈન ગેમિંગ સાથે જોડાયેલો છે.
ઓનલાઈન ગેમિંગ એપ કેસના આરોપી સૌરભ ચંદ્રાકરના લગ્નમાં રણવીર મહાદેવે હાજરી આપી હતી. સૌરભ પર હવાલા દ્વારા કલાકારોને પૈસા આપવાનો આરોપ છે.ઈડી ઓનલાઈન ગેમ્સની જાહેરાત દ્વારા ફંડિંગની પણ તપાસ કરશે.
હવે જોવાનું એ છે કે રણબીર કપૂર ED સમક્ષ હાજર થાય છે કે પછી તે પોતાના વકીલ મારફતે જ સમન્સનો જવાબ આપશે.
અગાઉ એવા સમાચાર હતા કે ED આ કેસમાં ટાઈગર શ્રોફ, નુસરત ભરૂચા, સુખવિંદર સિંહ, નેહા કક્કર અને સની લિયોન સહિત 17 સેલેબ્સની પૂછપરછ કરી શકે છે. હવે આ લિસ્ટમાં રણબીરનું નામ પણ સામેલ થઈ ગયું છે.
અત્યારે ED 5,000 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં દુબઈથી ઓનલાઈન સટ્ટાબાજીની એપ ચલાવતા સૌરભ ચંદ્રાકર અને તેના બિઝનેસ પાર્ટનર રવિ ઉપ્પલની તપાસ કરી રહી છે.
Related Articles
Operation Sindoorને બોલિવૂડ સેલિબ્રિટીએ વધાવ્યો, ભારતીય સૈન્યની બહાદુરીના કર્યા વખાણ
Operation Sindoorને બોલિવૂડ સેલિબ્રિટીએ...
May 07, 2025
અકસ્માત બાદ ICUમાં દાખલ છે સિંગર પવનદીપ રાજન, જાણો હવે કેવી છે હાલત
અકસ્માત બાદ ICUમાં દાખલ છે સિંગર પવનદીપ...
May 06, 2025
પ્રભાસની ફિલ્મ સ્પિરિટમાં દીપિકાની પણ એન્ટ્રી થઈ
પ્રભાસની ફિલ્મ સ્પિરિટમાં દીપિકાની પણ એન...
May 03, 2025
બાબિલ ખાન સિરિયસ રોલ કરીને કંટાળ્યો, હવે રોમાન્ટિક ફિલ્મ કરશે
બાબિલ ખાન સિરિયસ રોલ કરીને કંટાળ્યો, હવે...
Apr 28, 2025
કાર્તિક આર્યન અને ક્રિતી સેનન વધુ એક રોમાન્ટિક ફિલ્મમાં સાથે દેખાશે
કાર્તિક આર્યન અને ક્રિતી સેનન વધુ એક રોમ...
Apr 28, 2025
જુનિયર એનટીઆરની ફિલ્મમાં શ્રુતિ હાસન આઈટમ સોંગ કરશે
જુનિયર એનટીઆરની ફિલ્મમાં શ્રુતિ હાસન આઈટ...
Apr 26, 2025
Trending NEWS

07 May, 2025