25 વર્ષ બાદ સલમાન ખાન-કરણ જોહર સાથે કામ કરશે, આ મહિનાથી શરૂ કરશે આગામી ફિલ્મનું શૂટિંગ
September 20, 2023

નવી દિલ્હી: બોલીવુડના દબંગ સલમાન ખાન હાલમાં પોતાના અનેક મોટા પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. તેમની ફિલ્મ ટાઈગર 3 દિવાળી પર રિલીજ થઈ રહી છે. આ ઉપરાંત તેઓ ટૂંક સમયમાં બિગ બોસ 17નું શૂટિંગ પણ શરૂ કરશે, જેનો ફર્સ્ટ પ્રોમો કલર્સના મેકર્સે આઉટ કરી દીધો છે. આ બંને મોટા પ્રોજેક્ટ ઉપરાંત સલમાન ખાન 25 વર્ષ બાદ કરણ જૌહરની ફિલ્મનું શૂટિંગ કરશે. જેની તૈયારી સલમાન ખાને શરૂ કરી દીધી છે. સલમાન ખાને કરણ જોહરની બ્લોકબસ્ટર ફિલ્મ 'કુછ-કુછ હોતા હૈ' માં 25 વર્ષ પહેલા સ્પેશિયલ અપીરિયન્સ કર્યું હતું. તેમના અનટાઈટલ નવા પ્રોજેક્ટની ખબર સોશિયલ મીડિયા પર આવતા જ ચાહકો ખુશીથી નાચી ઉઠ્યા. હવે કરણ-સલમાનની અનટાઈટલ ફિલ્મને લઈને નવી અપડેટ સામે આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ફિલ્મની સ્ક્રિપ્ટ, સ્ક્રીનપ્લે, ડાયલોગ ડ્રાફ્ટ બધુ ફાઈનલ થઈ ચૂક્યું છે. સલમાન ખાન આ અનટાઈટલ ફિલ્મનો ફર્સ્ટ હાફ ડિસેમ્બરમાં શૂટ કરશે અને બાકીનો જાન્યુઆરીમાં શૂટ કરશે. રિપોર્ટ પ્રમાણે સલમાન ખાનની ઈન્ડિયન આર્મીના બેકડ્રાપ પર બનેલી આ ફિલ્મનું નિર્દેશન સાઉથના ફેમસ નિર્દેશક વિષ્ણુવર્ધન કરશે. જેઓ આ અગાઉ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની ફિલ્મ 'શેરશાહ'નું નિર્દેશન કરી ચૂક્યા છે. શરૂઆતમાં એવા અહેવાલો હતા કે, આ ફિલ્મમાં સલમાન ખાનની અપોઝિટ તૃષા, સામંથા અથવા અનુષ્કા શેટ્ટીમાંથી કોઈ એક એક્ટ્રેસ નજર આવી શકે છે પરંતુ હવે તાજેતરના અહેવાલો પ્રમાણે આ ફિલ્મ માટે અત્યાર સુધી કોઈ અભિનેત્રીને કાસ્ટ કરવામાં નથી આવી. વિષ્ણુવર્ધન હાલમાં પોતાની તમિલ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે અને ત્યારબાદ જ ઓક્ટોબરમાં આ ફિલ્મ માટે તેઓ એક્ટ્રેસ અને અન્ય સ્ટાર્સની કાસ્ટિંગ શરૂ કરશે. સલમાન ખાને આ ફિલ્મ માટે શેપમાં આવવાનું શરૂ કરી દીધુ છે અને તેઓ સ્ટ્રીક્ટ ડાયટ ફોલો કરી રહ્યા છે.
Related Articles
Operation Sindoorને બોલિવૂડ સેલિબ્રિટીએ વધાવ્યો, ભારતીય સૈન્યની બહાદુરીના કર્યા વખાણ
Operation Sindoorને બોલિવૂડ સેલિબ્રિટીએ...
May 07, 2025
અકસ્માત બાદ ICUમાં દાખલ છે સિંગર પવનદીપ રાજન, જાણો હવે કેવી છે હાલત
અકસ્માત બાદ ICUમાં દાખલ છે સિંગર પવનદીપ...
May 06, 2025
પ્રભાસની ફિલ્મ સ્પિરિટમાં દીપિકાની પણ એન્ટ્રી થઈ
પ્રભાસની ફિલ્મ સ્પિરિટમાં દીપિકાની પણ એન...
May 03, 2025
બાબિલ ખાન સિરિયસ રોલ કરીને કંટાળ્યો, હવે રોમાન્ટિક ફિલ્મ કરશે
બાબિલ ખાન સિરિયસ રોલ કરીને કંટાળ્યો, હવે...
Apr 28, 2025
કાર્તિક આર્યન અને ક્રિતી સેનન વધુ એક રોમાન્ટિક ફિલ્મમાં સાથે દેખાશે
કાર્તિક આર્યન અને ક્રિતી સેનન વધુ એક રોમ...
Apr 28, 2025
જુનિયર એનટીઆરની ફિલ્મમાં શ્રુતિ હાસન આઈટમ સોંગ કરશે
જુનિયર એનટીઆરની ફિલ્મમાં શ્રુતિ હાસન આઈટ...
Apr 26, 2025
Trending NEWS

અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ,...
07 May, 2025