27 વર્ષ બાદ શનિ અને શુક્ર એક જ નક્ષત્રમાં, કર્ક-ધનુ સહિત આ 4 રાશિના જાતકો ખાસ સાચવજો!

April 28, 2025

શનિ ગ્રહ 28 એપ્રિલથી ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરી રહ્યા છે અને આ નક્ષત્રના દેવતા સ્વંય શનિદેવ છે. ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં શનિદેવથી પહેલા શુક્રગ્રહ ગોચર કરી રહ્યા છે. આ રીતે શનિ અને શુક્ર ગ્રહની યુતિ બની રહી છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શનિએ 27 વર્ષ પછી ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કર્યું છે. કારણ કે શનિ બધા ગ્રહોમાં સૌથી ધીમી ગતિએ ચાલે છે અને આ નક્ષત્રમાં આવીને શનિ શુક્રને મળી રહ્યા છે, જે 4 રાશિના લોકોના જીવનમાં ઉથલપાથલ પેદા કરી શકે છે. જ્યારે પણ શનિ પોતાની ગતિ બદલે છે, ત્યારે તે દેશ અને દુનિયા સહિત તમામ 12 રાશિઓને અસર કરે છે. આવો તમને એ રાશિ વિશે જણાવીએ જેમનો શનિ અને શુક્રની યુતિને કારણે ખરાબ સમય શરૂ થવાનો છે...

વૃષભ પર શનિ-શુક્ર યુતિની અસર 

વૃષભ રાશિના લોકોને શનિ અને શુક્રના યુતિને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારે દરેક બાબતમાં ખૂબ કાળજીપૂર્વક કામ કરવાની જરૂર રહેશે. નોકરી કરતા લોકો માટે એ વાતનું ધ્યાન રાખવું જરુરી રહેશે કે કોઈ ભૂલ ન થાય અને સહકાર્યકરો સાથે કોઈપણ પ્રકારના વિવાદથી બચવું પણ જરૂરી રહેશે. શનિ અને શુક્રના યુતિને કારણે વૃષભ રાશિના લોકોને પરિવારમાં વ્યક્તિગત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને તેના કારણે તમે નિરાશા અનુભવશો.  તેમજ તમને નાણાકીય સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે.

કર્ક રાશિ પર શનિ-શુક્રની યુતિની અસર 

શનિ અને શુક્ર ગ્રહની એક રાશિમાં યુતિને કારણે કર્ક રાશિના લોકો માટે નાણાકીય નુકસાન થવાની શક્યતા રહેલી છે. આ સમયગાળામાં તમારે તમારા ખર્ચ અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની ખૂબ જરૂર છે. આ ઉપરાંત વેપારી વર્ગ અને વ્યવસાયિક ભાગીદારો સાથે વિશ્વાસની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે તમને નુકસાનનો સામનો કરવો પડી શકે છે. તેમજ નોકરી કરતા લોકોને તેમના લક્ષ્યો પૂર્ણ કરવામાં મુશ્કેલી પડી શકે છે, જેના કારણે કામનો બોજ પણ વધી શકે છે. લગ્નજીવનની વાત કરીએ તો જીવનસાથી સાથે સંકલન અને સમજણના અભાવે સુમેળ બગડી શકે છે, જેના કારણે વિવાદો વધી શકે છે.

ધન રાશિ પર શનિ-શુક્રની યુતિની અસર

શનિ અને શુક્રની એક રાશિમાં યુતિ ધન રાશિના લોકોની વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં ચિંતાઓ વધી શકે છે. નસીબના અભાવે તમારા દરેક પ્લાનિંગ નિષ્ફળ જઈ શકે છે, જેના કારણે માનસિક તણાવ થઈ શકે છે. બિનજરૂરી ખર્ચાઓને કારણે તમારું દેવું વધી શકે છે. શનિ અને શુક્રની યુતિના અશુભ પ્રભાવને કારણે નોકરી અને વ્યવસાય કરનારાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરિવારમાં આંતરિક વિખવાદ જોવા મળી શકે છે, જેના કારણે માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે.

કુંભ રાશિ પર શનિ-શુક્રની યુતિની અસર 

શનિ અને શુક્રની એક રાશિમાં યુતિથી કુંભ રાશિના લોકોના પ્રયત્નોમાં અવરોધો આવી શકે છે અને તેમને અનિચ્છનીય યાત્રા પર જવું પડી શકે છે, જેના કારણે તમારા પૈસા ખર્ચ થઈ શકે છે. શનિ અને શુક્રની યુતિને કારણે, નોકરી કરતા લોકોને ઓફિસમાં વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, અને રોજગાર શોધી રહેલા લોકોને થોડો વધુ સમય રાહ જોવી પડશે. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને તમે ચિંતિત રહેશો, જેના કારણે તમારે દોડાદોડ વધી શકે છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારના વિવાદથી બચવું જોઈએ, નહીં તો તમે કોર્ટ કેસમાં ફસાઈ શકો છો.