અદાણી બાદ ગુજરાત ગેસે CNGના ભાવમાં 3.75 રૂપિયાનો વધારો કર્યો, નવો ભાવ 88.76 રૂપિયા

August 18, 2026

અદાણી ગેસ બાદ હવે ગુજરાત ગેસ કંપનીએ પણ સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 3.75 રૂપિયાનો ધરખમ વધારો ઝીંકી દીધો છે. મોંઘવારી વચ્ચે આજથી જ આ નવા દરો અમલમાં મૂકી દેવાયા છે. આ વધારા બાદ સીએનજીની કિંમતો 89 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. અગાઉ ગ્રાહકોએ એક કિલો સીએનજી માટે 85.01 રૂપિયા ચૂકવવા પડતા હતા. પરંતુ હવે 3.75 રૂપિયાના વધારા સાથે નવો ભાવ 88.76 રૂપિયા થઈ ગયો છે.

નોંધનીય છે કે, થોડા સમય પૂર્વે જ અદાણી ગેસ દ્વારા પણ પોતાના સીએનજીના દરોમાં આવો જ વધારો કરવામાં આવ્યો હતો. અદાણીના નિર્ણય બાદ હવે ગુજરાત ગેસે પણ ભાવ વધારી દેતા ગ્રાહકોની મુશ્કેલીમાં વધારો થયો છે. સતત વધતી મોંઘવારીમાં ઈંધણ મોંઘુ થતા સીએનજી વાહનચાલકો, રિક્ષાચાલકો અને ટેક્સી ચાલકોના રોજિંદા બજેટ પર સીધી અસર પડશે. આર્થિક બોજ વધવાને કારણે તમામ ડ્રાઈવરોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.